Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

લાયન્સ મીડટાઉન દ્વારા જનરલ નિદાન કેમ્પ

લાયન્સ કલબ રાજકોટ મીડટાઉન દ્વારા જનરલ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ડાયાબીટીસ, બ્લડ પ્રેસર તેમજ આંખની તપાસ, દાંતની તપાસ, ફીજીયોથેરાપીની તપાસ કરી અપાઇ હતી. આંખ માટે ફ્રી ચશ્મા, ટીપાનું પણ વિતરણ કરવામાં આવેલ. આ કેમ્પમાં ૪૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધેલ. આ કેમ્પમાં ડો. વલ્લભભાઇ કથીરીયા તેમજ લાયન્સના ડિસ્ટ્રીક ગવર્નર વસંતભાઇ મોવલીયા, લાયન્સ, પ્રમુખ જે. કે. પટેલ પણ ઉપસ્થિત રહેલ. નામાંકીત ડોકટરોએ ફ્રીમાં સેવા આપેલ. 

(3:19 pm IST)