Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

રમતવીરો આમ આદમી પાર્ટીમાં જોડાયા

રાજનીતિ કરવા નહીં, પરંતુ રાજનીતિ બદલવાની વિચારધારાને બળ આપવા વિવિધ રમત ગમતના ટ્રેનરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. શહેર મધ્યસ્થ કાર્યાલય ખાતે યોજાયેલ એક સમારોહ દરમિયાન યુવાનસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રભાઇ સોલંકી, ધર્મેશભાઇ યાદવ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દર્શનભાઇ વ્યાસ, ગીરીરાજસિંહ ઝાલા, મિલાપભાઇ રૂપારેલીયા, પ્રકાશભાઇ પરમાર, રાહુલભાઇ મકવાણા સહિતનાઓ શિક્ષણ સેલના પ્રમુખ દિગ્વીજયસિંહ વાઘેલાના પ્રયાસોથી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. શહેર મહામંત્રી સંજયસિંહ વાઘેલાએ સૌને આવકાર્યા હતા. તેમ શહેર અધ્યક્ષ શિવલાલ પટેલની યાદીમાં જણાવાયુ છે. 

(3:21 pm IST)