Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

સરકાર શરમ કરે, બહેન દિકરીઓનું રક્ષણ કરેઃ કોંગ્રેસ દ્વારા મહિલા સુરક્ષા અભિયાન

રાજયમાં ર વર્ષમાં ૧પર૦ લૂંટ, ૩૦૯પ બળાત્કારની ઘટનાઓ, ૪૮ર૯ આત્મહત્યાનાં બનાવો તથા ર૦૧૯ થી ર૦ર૦ સુધીમાં ૧પ,૪૩ર બાળમૃત્યુના બનાવો નોંધાયાઃ શહેરમાં યોજાયેલ મહિલા સંમેલનમાં પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિતના આગેવાનોએ કર્યા સરકારના જુઠાણાના પર્દાફાશ

પ્રદેશ મહિલા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસનાં ઉપક્રમે આજે શહેરમાં યોજાયેલ ''મહિલા સુરક્ષા અભિયાન'' અંતર્ગત મહિલા સંમેલનને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સંબોધ્યું હતું. તે વખતની તસ્વીરમાં મંચ પર ઉપસ્થિત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, શહેર મહિલા પ્રમુખ મનિષાબા વાળા, પૂર્વ કોર્પોરેટર દિલીપ આશવાણી, શહેર પ્રમુખ અશોક ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપ ત્રિવેદી, ઋત્વીજ મકવાણા, વગેરે દર્શાય છે. નીચેની તસ્વીરમાં સંમેલનમાં ઉપસ્થિત બહેનો નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૪ :.. રાજયની ઉત્સવ પ્રિય સરકાર કોરોનાં મહામારી સમયે લોકોને આરોગ્ય લક્ષી સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ નિવડી હતી. ત્યારે એ ઘટનાં લોકોનાં મગજમાંથી ભૂલાવવા માટે વિજયભાઇ રૂપાણીનાં શાસનનાં પાંચ વર્ષની ઉજવણીને જુદા જુદા નામો આપી કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે 'નારી ગૌરવ દિવસ' નાં નામે રાજયની સરકાર જનતાને વાસ્તવિકતાથી વિપરીત વાતો કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે મહિલા સુરક્ષા અભિયાન કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા મહિલા સુરક્ષા અભિયાન કાર્યક્રમ આપી ભાજપનાં આ જુઠાણાઓને ખુલ્લા પાડવા શહેરમાં મહિલા સંમેલનનું આયોજન કરવામાં હતું.

આ અંગે ગાયત્રીબાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજયમાં બે વર્ષમાં મહિલા સુરક્ષાની વાતો વચ્ચે દૈનિક (દરરોજ) ની ચાર બળાત્કારની ઘટનાઓ બને છે. બે વર્ષમાં ૩૦૯પ બળાત્કારની ઘટનાઓ બની છે તો રાજયમાં ભૃણ હત્યાં અને બાળમૃત્યુનો રેસ્યો પણ ખુબ જ ઉંચો જવા પામ્યો છે. અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા ૧ વર્ષમાં ૧પ૪૩ર બાળમૃત્યુના બનાવો નોંધાયા છે. છેલ્લાં બે વર્ષમાં રાજયમાં ૪૮ર૯ આત્મહત્યાનાં બનાવો બન્યા છે. તો છેલ્લા બે વર્ષમાં રાજયમાં ચીલઝડપ અને લૂંટનાં ૧પર૦ બનાવો બન્યા છે. અને આજે પણ ગુજરાત રાજયમાં જુદા જુદા ગુનાઓથી લઇ ખતરનાંક ગુનાઓને અંજામ આપનારા ૪૦૪૩ આરોપીઓની ધરપકડ કરવાની પણ બાકી છે.

આ સંમેલનમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રિવેદી, ચોટીલાના કોંગી ધારાસભ્ય ઋત્વિજ મકવાણા, મ્યુ.કોર્પોરેશનના વિપક્ષી નેતા ભાનુબેન સૌરાણી તથા શહેર મહિલા પ્રમુખ મનીષાબા વાળા સહિતના આગેવાનોએ સરકારના જુઠાણાઓનો પ્રર્દાફાશ કર્યો હતો.

ભાજપની આ સરકાર કયાં મોઢે 'નારી ગૌરવ દિવસ' ની ઉજવણીની વાતો કરે છે.જે પાર્ટીનો ધારાસભ્ય સરજાહેર મહિલાઓને લાત મારતો હોય જે પાર્ટીનો કાર્યકર સ્વીમીંગ કરતી મહિલાઓનો અશ્લીલ વિડીયો ઉતારતા ઝડપાતો હોય તે પાર્ટી અને સરકાર કયાં મોઢે નારી ગૌરવની વાતો કરે છે તેવા સવાલો ગાયત્રીબાએ કર્યા હતા.

ગાંધીનગર ખાતે પોતાના હક્ક માટે દિવસો સુધિ આંદોલન કરનારી આ રાજયની બહેન-દિકરીઓની સંભાળ પણ આ સરકારે લીધી નથી. ત્યારે હવે બસ કરો રાજયની મહિલાઓને મફત શિક્ષણ, મફત આરોગ્ય અને સુરક્ષા પુરી પાડો અને 'નારીના ગૌરવની' લાજ રાખો તેમ અંતમાં ગાયત્રીબાએ જણાવ્યું હતું. 

(4:03 pm IST)