Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

વિજયભાઇના જન્મદિને જૈન વિઝન દ્વારા ૬૫ અબોલ જીવોને અભયદાન તથા દીન દુઃખીયાઓની જઠરાગ્નિ ઠારવામાં આવી

રાજકોટ : જૈન સમાજના પનોતા પુત્ર રત્ન એવા રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો ૬૫ મો જન્મદિવસ  જૈન વિઝન સંસ્થા દ્વારા વિવિધ જીવદયા અને સેવાકાર્યો સાથે ઉજવવામાં આવ્યો હતો. ગોંડલ સંપ્રદાયના પૂ. શ્રી ધીરજમુનિ મ.સાં.ની નીશ્રામાં જીવદયા પ્રેમી પરિવાર - દુબઈ તરફથી ૬૫ જીવોને અભયદાન આપવામાં આવેલ. તેમજ રોટી અભિયાન અંતર્ગત જરૂરતમંદોની જઠરાગ્નિ ઠારવામા જૈન વિઝન નિમિત્ત્। બન્યું હતુ. ૧ ઓગષ્ટથી ૯ ઓગષ્ટ - નવ દિવસ સુધી દરરોજ લોકસેવાના કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જૈન વિઝન દ્વારા પણ મુખ્યમંત્રીના જન્મદિવસના મંગલ અવસરે આખો દિવસ જીવદયા તથા માનવતાના કાર્યક્રમો યોજવામાં આવેલ. ખાસ કરીને વિજયભાઈની ઉંમર જેટલા એટલે કે ૬૫ જીવને છોડાવી જીવનદાન અપાયુ હતુ. ઉપરાંત ગૌ માતાને અન્નકોટ ધરેલ. જેમાં લીલું ઘાસ, લાડવા, ઘુઘરી, રોટલી, ખોળ, દૂધી, કેળા, ભાજી, વગેરે સાત્વિક ભોજન પીરસાયુ હતુ. કિશાન ગૌશાળા આવા જવા માટે બસની વ્યવસ્થા તપસ્વી સ્કૂલના નિલેશભાઈ દેસાઈ કરી આપેલ હતી. ઉપરાંત એનિમલ હેલ્પલાઇનના સહયોગથી રેસકોર્ષ ખાતે પક્ષીને ચણ, પાણીના કુડા, ચકલીના માળા, માછલીને લોટની ગોળીઓ, કીડીને કિડયારૂ, ખિસકોલીને મકાઈ અપાયેલ. જૈન વિઝનના સંયોજક અને રાજકોટ જિલ્લા ભાજપના સાંસ્કૃતિક સેલ ચેરમેન મિલન કોઠારી, જયેશભાઈ શાહ, સુનિલભાઈ શાહ વગેરે સમગ્ર આયોજનના પ્રોજેકટ ચેરમેન ધીરેન ભરવાડા, ભરત  દોશી, સુનિલ કોઠારી, અજીત જૈન, જય ખારા, મિત્તલ ખેતાણી, પ્રતીક સંઘાણી, રાજેશ સંઘવી,  નલિનભાઈ  બાંટવીયા, હિરેન લાખાણી, રાકેશ ડેલીવાળા, નીતિન મેહતા, હિતેશ દેસાઈ, જતીન કોઠારી, જયેશ  દોશી, જૈન વિઝન મહિલા વિંગના દામિનીબેન કામદાર, અમિષાબેન દેસાઈ, મીતાબેન ભરવાડા, તૃપ્તિબેન સંઘવી, ઇન્દ્રપ્રસ્થ જૈન  મહિલા મંડળ મહિલા અને ટીમના અન્ય સભ્યોએ શ્રી વિજયભાઈ રૂપાણીને જન્મદિવસની શુભેચ્છા આપી તેમના દીર્દ્યાયુ માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર આયોજન અંગે વિશેષ માર્ગદર્શન જયોતિન્દ્રભાઈ મેહતા (મામા) અને અમિનેષભાઈ રૂપાણી, ડો.મેહુલ રૂપાણીએ પૂરુ પાડેલ. 

(4:04 pm IST)