Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

રાજકોટ કલેકટર કચેરીમાં વધુ એક કર્મી.ને કોરોના : કુલ આંકડો ૧૮એ પહોંચ્યો : મહેકમ શાખા બંધ કરાવાઈ

મહેકમ શાખાના રંગપરા નામના કર્મચારીને કોરોના

રાજકોટ, તા. ૪ : સમગ્ર રાજયભરમાં કોરોનાએ હાહાકાર સર્જી દીધો છે ત્યારે સરકારી કચેરીઓમાં પણ કોરોનાએ પગપેસારો કરી લીધો છે. કર્મચારીઓ સંક્રમિત બની રહ્યા છે. દરમિયાન રાજકોટ કલેકટર કચેરીમાં આજે વધુ એક કર્મચારીને કોરોના વળગતા ખળભળાટ મચી ગયો છે.

મળતી વિગતો મુજબ રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં મહેકમ શાખામાં ફરજ બજાવતા શ્રી રંગપરા નામના કર્મચારીને આજે કોરોનાનો રીપોર્ટ આવતા સાથી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. કલેકટર શ્રી રેમ્યા મોહનની સુચનાથી મહેકમ શાખાને બંધ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ જીલ્લા કલેકટર કચેરીમાં અત્યાર સુધી ૧૬ કર્મચારીઓ સંક્રમિત બન્યા હતા. આજે વધુ બે કેસ આવતા કુલ આંકડો ૧૮એ પહોંચી ગયો છે.

(3:55 pm IST)