Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

કાલે શિક્ષકદિન : વિવેકાનંદ યુથ કલબ દ્વારા શ્રેષ્ઠ ૬ શિક્ષકોનું કરાશે સન્માન

જાહેર સમારંભના બદલે તેમની શાળાએ જઇ સાદગીથી બહુમાન

રાજકોટ, તા., ૪: વિવેકાનંદ યુથ કલબ દ્વારા શિક્ષક રાષ્ટ્રપતિ શ્રી સર્વાયાની રાધાકૃષ્ણનની યાદમાં ઉજવાતા શિક્ષક દિને સમાજના ઘડવૈયા તરીકેની કપરી કામગીરી બજાવતા શહેરની શાન સમા ૬ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવશે. જેમાં કોઇ પણ પ્રકારનો જાહેર સમારંભ યોજીને સન્માન ન કરતા જે તે શિક્ષકોની સ્કુલમાં  રૂબરૂ જઇને શાળાના સ્ટાફી પરીવાર અને સંસ્થાના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં પ્રવર્તમાન કોવીડ-૧૯ની ગંભીર પરિસ્થિતિમાં સરકારી નિયમો અને માસ્ક પહેરી સોશ્યલ ડીસ્ટનસીંગના નિયમોનું ચુસ્ત રીતે પાલન કરીને કાર્યક્રમ કરવામાં આવશે.

સંસ્થા દ્વારા દરેક શિક્ષકોનું કુમકુમ તિલક, પુષ્પગુચ્છ, શ્રીફળ, સાકરનો પડો, પુસ્તક, વિવેકાનંદજીનો ફોટો, શિલ્ડ, સ્મૃતિ ભેટ આપી તેમજ શાલ ઓઢાડીને ભાતીગળ તેમજ પરંપરાગત રીતે સમાજ જીવનના અગ્રણીઓના હસ્તે સન્માન કરવામાં આવશે. જેમાં સંગીતાબેન પંડીત (કોઠારીયા તાલુકા શાળા)  ભરતભાઇ જગતીયા (તિરૂપતી પ્રાથમીક શાળા) નિલમબેન પરમાર (શિવાજી પ્રા. શાળા નંબર-૬૬) મધુબેન વીરડીયા(રાજારામ મોહનરાય પ્રા.શાળા નંબર ૯૪ શ્વેતાબેન જોષી (પ્રિય દર્શની પ્રા.શાળા નંૅબર ૯૬) રમેશભાઇ વાછાણી (પારેવાડા પા્રથમીક શાળા)નો સમાવેશ થાય છે.

શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો શિક્ષણ સમીતીના ચેરમેન નરેન્દ્રસિંહજી ઠાકુર, સામાજીક યુવા અગ્રણી મુકેશભાઇ દોશી,

બ્રહ્મ સમાજના પુર્વ પ્રમુખ જનાર્દનભાઇ આચાર્ય, શિક્ષક કવિ નટવર આહલપરા, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ટીચર પ્રવિણભાઇ નિમાવત, કવિ-ગાયક કલાકાર પ્રકાશ  હાથી સેવાભાવી અગ્રણી જયંતીલાલ એમ.પટેલ વગેરે ઉપસ્થિત રહેશે.

સમગ્ર આયોજનની સફળતા માટે સંસ્થાના અનુપમ દોશી, હસુભાઇ શાહ, દિનેશભાઇ ગોવાણી, પરીમલભાઇ જોષી, જયેન્દ્રભાઇ મહેતા, રતીભાઇ કક્કડ, મહેશ જીવરાજાની, પ્રતિક મહેતા, જીતુભાઇ ગાંધી, રમેશ શીશાંગીયા, નયન ગંધા, દિલીપ સુચક, ડો. હાર્દિક દોશી વગેરે કાર્યરત છે.

(3:47 pm IST)