Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

બુધવારે દશેરાએ રઘુવંશી સમાજ શષા પૂજા મહોત્‍સવ

શ્રી રઘુવંશી યુવા શકિત સંઘ દ્વારા સતવારા સમાજની વાડી ખાતે આયોજન

રાજકોટઃ દશેરા એટલે અધર્મ પર ધર્મની વિજયનું પર્વ અને શ્રી વિજયાદશમી એટલે કે દશેરાના પર્વ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રઘુવંશી યુવા શકિત સંઘ સંગઠન દ્વારા તા.૫/૧૦ના બુધવારે રઘુવંશી સમાજ શષાપૂજા મહોત્‍સવ-૨૦૨૨નું આયોજન સતવારા સમાજની વાડી (અંજલી પાર્ક, શેરી નં.૧, જાસલ કોમ્‍પલેક્ષવાળી શેરી, ૧૫૦ ફિટ રીંગ રોડ, નાણાવટી ચોક, ગાંધીગ્રામ) ખાતે કરવામાં આવ્‍યું છે.

યુવા આગેવાનોએ જણાવેલ કે રઘુવંશી સમાજએ શ્રી રામચંદ્રજીના વંશજ કહેવાય છે અને આ કુળમાં અવતાર પામનાર અને ગૌ રક્ષા તેમજ ધર્મ રક્ષા માટે બલિદાન આપનાર લાહોરગઢના યુવારાજ શ્રી રાણા જશરાજજીની શૌર્યગાથા પણ ઈતિહાસમાં નોંધાયેલ છે. આથી સંગઠન દ્વારા સમાજની સંસ્‍કૃતિનું જતન કરવા માટે સમાજના લોકોને પરંપરાગત પોશાકમાં અને શષા સાથે લઈને માં ભવાનીની ઉપાસનાના આ શુભ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા અપીલ કરાઈ છે.

કાર્યક્રમને સફળ બનાવવા સંગઠનના ગુજરાત પ્રમુખ કાછેલા ધવલ (કે.ડી. રઘુવંશી), ગુજરાત પ્રભારી કુલદીપ રઘુવંશી, ગુજરાત ઉપપ્રમુખ મોહિત સવાણી, સૌ.પ્રમુખ પાર્થ જોબનપુત્રા અને કાનૂની સલાહકાર જયભારત ધામેચા ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:27 pm IST)