Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

લેણા રૂપિયા આપી દે... ગોંડલમાં ઘનશ્‍યામભાઇ કોળી ઉપર હુમલો

વિંછીયા પાસે જૂની અદાવતમાં મોટા દડવાના લવીંગભાઇ ઉપર ભાઇ સહિતનાનો પાઇપથી હુમલો

રાજકોટ તા. ૪ : ગોંડલમાં લેણા રૂપિયા આપી દે તેમ કહી યુવાન ઉપર ૩ શખ્‍સોએ લાકડીથી હુમલો કર્યો હતો.

મળતી વિગતો મુજબ ગોંડલ હરભોલે સોસાયટીની બાજુમાં ક્રિષ્‍નાપાન પાસે રહેતા ઘનશ્‍યામભાઇ નાથાભાઇ સદાદીયા (ઉ.૩૭)ને વાછરા રોડ ઉપર માઇક્રો ટાવર પાસે જતીન સોલંકી રે. ભગવતપરા એ બોલાવી કહેલ કે, મારા લેણા નીકળતા રૂપિયા આપી દે તેમ કહી ઝાપટ મારી લાકડીથી હુમલો કર્યો હતો તેમજ આ હુમલામાં જતીનને તેના ભત્રીજા તથા જતીનના માણસે મદદગારી કરી હતી. ગોંડલ પોલીસે ઘનશ્‍યામભાઇની ફરિયાદ ઉપરથી ઉકત ત્રણેય સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં વિંછીયા પાસે ખારચીયા ચોકડીએ લવીંગભાઇ માધુભાઇ સાઢમીયા રે. મોટા દડવા ઉપર તેના ભાઇ કાળુભાઇ સાઢમીયા, દિલુબેન કાળુભાઇ, વિનુભાઇ કાળુભાઇ તથા ઉમેશ કાળુભાઇ સાઢમીયા રે. દડવાએ પાઇપથી હુમલો કરી ઇજા કરી હતી. લવીંગભાઇ પત્‍ની સાથે માતાજીના દર્શન કરી ખારચીયા પરત ફરતા હતા ત્‍યારે ઉકત શખ્‍સોએ બાઇક ઉભુ રખાવી અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખી હુમલો કર્યો હતો. આ અંગે ઇજાગ્રસ્‍ત લવીંગભાઇના પત્‍ની જોસનાબેનની ફરિયાદ ઉપરથી વિંછીયા પોલીસે ઉકત ચારેય સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:51 am IST)