Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા ત્રંબામાં નવા ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ

રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા ત્રંબામાં નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ સાંસદ મહોનભાઇ કુંડારિયા અને પંચાયત પ્રમુખ ભૂપત બોદરના હસ્તે થયેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ,તા. ૪ :  જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની જનતાનેઙ્ગ પુરતી સવલતો આપવાની નેમ સાથે જિલ્લા પંચાયતનું શાસન ભૂપત બોદરે સંભાળ્યાં બાદ અનેક વિકાસના કાર્યો કર્યાં છે,તેવું જ એક રાજકોટ તાલુકાના કસ્તુરબાધામ ગામ ખાતે નવા આધુનિક ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભૂપત બોદરના હસ્તે કરવામાં આવ્યું છે.ગત મેં મહિનામાં આ બિલ્ડીંગનું ખાતમુર્હત કરવામાં આવ્યુ હતું તેમ માત્ર ૫ મહિના જેટલા સમયમાં પુરપાટ ગતીએ કસ્તુરબાધામ ગ્રામ પંચાયતના નવા આધુનિક ભવનનું નિમાર્ણ કરવામાં આવ્યું છે.

નવા પંચાયત ભવનમાં ત્રણ ઓરડા,જેમાં ઇ-ગ્રામ સેન્ટર,સભાખંડનો સમાવેશ થાય છે,લોકોને ઘર આંગણે સુવિધા મળી રહે તે માટે તમામ પ્રકારની આ આધુનિક પંચાયત ભવનમાં સવલતો ઉભી કરવામાં આવી છે.આધુનિક ઇ-ગ્રામ કેન્દ્ર મારફત ઓનલાઇન સેવાઓ અને ઝડપી ભવનનું નિમાર્ણ ડબલ એન્જીન સરકારના વિચારને જિલ્લા પંચાયત ખરા અર્થમાં સાકાર કર્યો છે.આ પ્રસંગે આગેવાનોશ્રી પ્રકાશભાઈ કાકડિયા, સંજયભાઈ રંગાણી, રાજેશભાઈ ચાવડા,તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ચેતનભાઈ પાણ,તાલુકા ભાજપ મહામંત્રીશ્રી હિતેશભાઈ ચાવડા, કેયુરભાઈ ઢોલરીયા,નીલેશભાઈ પીપળીયા, છગનભાઈ સખીયા, રસિકભાઈ ખુંટ, પ્રવીણભાઈ હેરભા, ભાવેશભાઈ પીઠાવા, મનુભાઈ નસીત, કિશનભાઈ રૈયાણી, ભાવેશભાઈ ત્રાપસીયા, રાજુભાઈ વાઘેલા,અનવર ખાન,મુળજીભાઈ ખુંટ, જગદીશભાઈ, મનુભાઈ બાવળીયા, નરોતમભાઈ પરમાર,વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(11:55 am IST)