Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

૧૬મીએ સુદેશ ભોંસલે રાજકોટમાં

જયારે સુદેશ ભોંસલે સંજીવકુમારનો અવાજ બન્‍યા..

આપણે બધા જ જાણીએ છીએ કે સુદેશ ભોંસલે અમિતાભ બચ્‍ચન નો અવાજ એવો કાઢી બતાવે છે કે ખુદ બીગ બી પણ અનેકવાર વિચારમાં પડી ગયાના દાખલા છે. પરંતુ સુદેશજી માટે સૌથી મુશ્‍કેલ કામ સંજીવકુમારનો અવાજ કાઢવાનું રહ્યું હતું. સંજીવકુમારનો અવાજ સામાન્‍ય રીતે કાઢી શકાય એવો સરળ ન હતો. એ માટે સુદેશજીએ દસ દિવસ સુધી પ્રયત્‍ન કર્યો એમાં ગળું પણ ખરાબ થઇ ગયું. ગળું એવું બેસી ગયું કે તેઓ બીજા કલાકારોના અવાજો પણ કાઢી શકતા નહોતા અને કોઇ શોમાં ભાગ લઇ શકતા નહોતા. ધીમે ધીમે ગળું સારું થયું પણ સુદેશજીએ પ્રયત્‍ન છોડ્‍યો નહીં.

એક દિવસ અચાનક બાથરૂમમાં નહાતી વખતે પ્રયત્‍ન કરતાં સંજીવકુમારનો અવાજ કાઢવામાં તેમણે સફળતા મેળવી લીધી. સુદેશજી મીમીક્રી કલાકાર તરીકે કામ કરવા લાગ્‍યા હતા ત્‍યારે ૧૯૮૫ માં સંજીવકુમારનું અવસાન થયું. પરિસ્‍થિતિ એવી થઇ હતી કે એમની પાંચ જેટલી ફિલ્‍મોનું મોટાભાગનું એમનું શુટિંગ પૂરું થઇ ગયું હતું પરંતુ એમના અવાજમાં ડબિંગ કરવાનું બાકી હતું. ત્‍યારે કોઇને ખ્‍યાલ આવ્‍યો કે સુદેશ ભોંસલે સંજીવકુમારનો હુબહુ અવાજ કાઢી શકે છે એટલે સંજીવકુમારની અધુરી ફિલ્‍મોના બધા જ નિર્માતાઓએ સુદેશજીનો સંપર્ક કર્યો અને ડબિંગ કરી આપવા કહ્યું. તેમણે લવ એન્‍ડ ગોડ, પ્રોફેસર કી પડોશન વગેરે પાંચેય ફિલ્‍મોનું ડબિંગ સંજીવકુમારના અવાજમાં કરી આપ્‍યું હતું. જેનો ફિલ્‍મ જોતી વખતે કોઇને ખ્‍યાલ પણ આવતો નથી.

બોલિવૂડમાં લગભગ દરેક કલાકાર માટે ગીતો ગાનાર સુદેશ ભોંસલે પાસે ટેલેન્‍ટની કોઈ કમી નથી. તેમણે બે દાયકાથી વધુ સમયથી પીઢ અભિનેતા માટે ગાયું છે, વોઇસ ઓવર કર્યો છે. અદભૂત અવાજના માલિક સુદેશ ભોંસલે રાજકોટ આવી રહ્યા છે. તેઓ ‘જર્ની ઓફ અમિતાભ બચ્‍ચન વિથ પ્‍લેબેક સિંગર સુદેશ ભોંસલે' નામના કાર્યક્રમમાં અમિતજી પર ફિલ્‍માવેલા અલગ-અલગ ગીતોને બખુબી રજુ કરવાના છે. ઘણીવાર તેમને જોઈને લોકોને વિશ્વાસ કરવો મુશ્‍કેલ થઈ જાય છે કે તેઓ બેસ્‍ટ સિંગર છે કે બેસ્‍ટ મિમિક્રી આર્ટિસ્‍ટ? બોલીવુડ ઇવેન્‍ટ અને તાજેતરમાં અન્‍વેષા અને સારિકા સિંઘના હાઉસફુલ કાર્યક્રમથી જેની શરૂઆત થઇ છે તેવી ‘તાલ તરંગ  સંસ્‍થા'માં સભ્‍ય બનનારને બોલીવુડના ધુરંધર ગાયકોને સાંભળવાનો અમૂલ્‍ય અવસર મળશે. તાલ તરંગ સંસ્‍થામાં કપલ કે ગ્રૂપમાં સભ્‍ય બનવા ભારતીબેન નાયક (૯૮૯૨૬ ૨૫૭૬૮) નો વહેલા તે પહેલાના ધોરણે સંપર્ક કરી શકાય છે.

 

૧૬ ઓકટોબરે સુદેશ ભોંસલે રાજકોટને ડોલાવવા આવી રહ્યા છે ત્‍યારે ‘તાલ તરંગ' સાથે જોડાઇ જાવ : એકથી એક ચઢીયાતા કાર્યક્રમો માણો

રાજકોટ : ઓલ બોલીવુડ ઇવેન્‍ટ્‍સ દ્વારા ગણત્રીના દિવસો પછી ૧૬ ઓકટોબરે રાજકોટ - સૌરાષ્‍ટ્રની જનતાને તરબોળ કરી દયે તેવો યાદગાર ગીતોનો સંગીત મઢયો ‘સુપર સ્‍ટાર પ્‍લેબેક સીંગર સુદેશ ભોંસલે'નો જબરજસ્‍ત પ્રોગ્રામ સરગમ સંચાલિત હેમુ ગઢવી હોલમાં આવી રહ્યો છે. દેશના સુવિખ્‍યાત ઇવેન્‍ટ ઓર્ગેનાઇઝર ભારતી નાયકના નેજા હેઠળ ઓલ બોલીવુડ ઇવેન્‍ટસ દ્વારા અને તાલ-તરંગ કલબના સંગાથે આ કાર્યક્રમ માણવા રાજકોટીયનો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. સુદેશજીનો સંગાથ આપવા મુંબઇના પ્રખ્‍યાત સીંગર્સ મદન શુકલા, અર્પિતા ઠક્કર અને સાથે મનીશા કરંદીકર તથા આર.જે.ગૌરવ પણ રાજકોટીયનોને સંગીતની દુનિયામાં રસતરબોળ કરવા આવી રહ્યા છે.

આ શોની અલગથી ટિકિટ ખરીદવાના મોટા ખર્ચને બદલે આજે જ તાલ-તરંગ કલબના સદસ્‍ય બની જાવ અને વર્ષમાં સુપર-ડુપર ફિલ્‍મી જગતના યાદગાર ગીતોના ૭ કાર્યક્રમો (૬ કાર્યક્રમ + ૧ બોનસ પ્રોગ્રામ) સહ પરિવાર, મિત્રો, મહાનુભાવો સાથે અચૂક માણો. ટિકીટ ખરીદવાની ઝંઝટમાંથી છૂટી જાવ (સંપર્ક : ભારતીબેન નાયક ૯૮૯૨૬ ૨૫૭૬૮ / ૭૪૩૫૦ ૪૪૭૨૧)

 

 

દોઢ દાયકાનો અનુભવ : ઓલ બોલીવુડ ઇવેન્ટના ભારતી નાયક દ્વારા તમામ પ્રકારના મ્યુઝીકલ શો અને ઇવેન્ટસનું આયોજન : અચૂક લાભ લ્યો

બર્થ ડે પાર્ટીઝ, ગુજરાતી ગીતોની રમઝટ, દાંડિયા રાસ, ટ્રેડીશનલ વેડીંગ સોન્‍ગસ, લગ્ન - સગાઇ સહિતના

પ્રસંગોએ સંગીત સંધ્‍યા, ઇન્‍ડીયન કલાસીકલ સોંગ્‍સ,

ગઝલ, એવોર્ડ ફંકશનો, ફંડ રેઇઝીંગ શોઝ, તમામ

પ્રકારના મ્‍યુઝીકલ શો

સંપર્ક : ભારતી નાયક : ૯૮૯૨૬ ૨૫૭૬૮ / ૭૪૩૫૦ ૪૪૭૨૧

(12:00 pm IST)