Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

મા આરતીના લઇએ ઓવારણાઃ કંકણ દ્વારા શુક્રવારે માતાજીની આરાધના

સરગમ કલબ, ગેલેકસી ગ્રુપ અને શ્રીહંસ એજયુકેશન ટ્રસ્‍ટના ઉપક્રમે હેમુ ગઢવી હોલ ખાતે આયોજન : દુર્ગા ચાલીસા, શાષાીય ગરબા, ગરબી, ત્રિશુલ તાંડવ વિંજણારાસ, તલવાર શૌર્યરાસ વિ.કૃતિઓ રજૂ થશે

રાજકોટઃ આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિપ્રાપ્ત કંકણ ગ્રુપ દ્વારા તા.૭ ઓકટોબર શુક્રવારે રાત્રીના ૯ કલાકે હેમુ ગઢવી હોલ ખાતે સરગમ કલબ-ગેલેકસી ગ્રુપ અને શ્રીહંસ એજયુકેશન ટ્રસ્‍ટના સંયુકત ઉપક્રમે પારંપારિક, પ્રયોગાત્‍મક, શાષાીય ગરબા, ગરબી, રાસ-રાસડાની ઝમમદાર પ્રસ્‍તુતિ ગરબાનું આયોજન ગરબા પ્રેમી આરાધકો માટે કરાયું છે. આ કાર્યક્રમનું દીપ પ્રાગટય વજુભાઇ વાળા(પૂર્વ રાજયપાલ કર્ણાટક રાજય)ના હસ્‍તે થનાર છે. સમગ્ર કાર્યક્રમના કંકણ પ્રેરણાસ્‍તોત્ર હંસદેવજી સાગઠિયા, અકિલા પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રા, કંકણ ગ્રુપનાં પ્રેરણાસ્‍તોત્ર ડો.ઘનશ્‍યામ જાગાણીની શુભેચ્‍છા મળેલી છે. કાર્યક્રમના અતિથિ વિશેષપદે રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુ, સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, ઉદ્યોગપતિ અરવિંદભાઇ પટેલ, જાણીતા કેળવણીકારો, શ્રીકિરણભાઇ પટેલ અને ડો.અલ્‍પના ત્રિવેદી, ઉદ્યોગપતિ સુરેશભાઇ નંદવાણા, ઉદ્યોગપતિ મનેષભાઇ માદેકા તેમજ સમગ્ર કાર્યક્રમના પ્રાયોજક એચ.જે.સ્‍ટીલ ઇન્‍ડસ્‍ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્‍ટ ભરતભાઇ દોશી અને જનરલ મેનેજર એસ.એન.રાજપરા વિગેરે  ખાસ ઉપસ્‍થિત રહેશે.

આ કાર્યક્રમ માટેના પાસ તા.૬/૧૦ને ગુરૂવારે રાત્રે ૮ વાગ્‍યે લાલબહાદુર શાષાી વિદ્યાલય શાષાી મેદાન સામેથી મેળવી લેવા કંકણ ગ્રુપના ટ્રસ્‍ટી નિલેશભાઇ ભોજાણીએ જણાવ્‍યુ છે વહેલા તે પહેલાના ધોરણે પાસ મળશે.

કંકણ પ્રસ્‍તુત ગરબા કાર્યક્રમમાં દુર્ગા ચાલીસા ત્રિશુલ તાંડવ-લાસ્‍ય ઘંટારવ, ગરબો, માની થાળી ગરબો, સપાખરુ આરતી, પ્રાચીન-અર્વાચીન, પ્રયોગાત્‍મક શાષાીય ગરબો, કરતાલ સુફી રાસડો, વિંજણા રાસ, બેડા રાસ, મટુકી રાસ, ચીરમી, દીવા, જાગ, મંૅજીરા ગરબો, માંડઘડી જવેરા, ગરબા ગરબો, માનો ઘોડો, ટિપ્‍પણી, રૂમાલ રાસ, તલવાર શૌર્યરાસ, દાંડિયા, હુડો, હમચી, ટીટોડો, રૂમાલ રાસ, તલવાર શૌર્યરાસ, દાંડિયા, હુડો, હમચી, ટીટોડો, મંજીરા, સુપડુ-સાંબેલા રાસ જેવા ગુજરાતની ગૌરવસમી ગરબા-રાસ કૃતિઓનું પ્રસ્‍તુતિકરણ થનાર છે.

૧૦૦ જેટલા ગરબા-રાસ કલાકારોથી મંડિત કંકણ કાર્યક્રમનું સંચાલન આર.જે.નુપુર, નિશીતા, દીપ માંડલીયા કરશે.

સમગ્ર કાર્યક્રમનું નૃત્‍ય નિર્દેશન, કલ્‍પન-સંકલન કંકણના મેનેજિંગ ટ્રસ્‍ટી ટવીંકલ ઘનશ્‍યામ જાગાણી, ટ્રસ્‍ટી શુભશ્રી સ્‍મિત ઠકરાર, યેશા, રાજુલ કિકાણી, હિરલ લોટિયા, સ્‍તુતિ વત્‍સલ વ્‍યાસ, ઝલક પંડયાએ કંકણ સંચાલિકા-સંસ્‍થાપિકા નૃત્‍ય, નિર્દેશિકા, સોનલબેન હંસદેવજી સાગઠિયાના માર્ગદર્શન હેઠળ કર્યુ છે.

કાર્યક્રમને સંગીત સાયુજય સાથે હિતેન્‍દ્રભાઇ જાડેજા અને હાર્દિક રાઠોડે શણગાર્યો છે. મા જય આદ્યશકિતની આરાધના તમામ પ્રેક્ષકોને ફિલ્‍ડમાર્શલ-કંકણ તરફથી દિવા ભેટ અપાનાર છે. જે દિવાઓ અને જયોતિ સાથે દર્શકો આરતીમાં પૂણ્‍ય સહભાગી થાય તેવું જણાવાયુ છે.

આ કાર્યક્રમમાં આવનાર તમામ વ્‍યકિત એ સમય કરતા ૧૦ મિનિટ પહેલા સ્‍થાન લઇ લેવું કંકણ ગ્રુપના સોનલબેન સાગઠીયા અને સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ વિનંતી કરી હોવાનું એક યાદીમાં જણાવાયુ છે.

(3:38 pm IST)