Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

બાર કાઉ.ના પૂર્વ ચેરમેન દિલીપભાઇ પટેલ દ્વારા શહેરની વિવિધ ગરબી મંડળની

૮૦૦ બાળાઓને પ્રસાદ-લાણી વિતરણ

રાજકોટ તા. ૪ : રાજકોટ શહેરના જાણીતા ધારાશાષાી બાર.કાઉન્‍સીલના પૂર્વ ચેરમેન દીલીપ પટેલ, સૌમીલ પટેલ પરીવાર દ્વારા દર વર્ષે પોતાના ઘર પાસે કોમન પ્‍લોટમાં વિવિધ ગરબી મંડળની બાળાઓને તેમને મનગમતો પ્રસાદ અને લહાણી આપવામાં આવે છે.

આ વર્ષે આઠસો જેટલી વિવિધ ગરબી મંડળની બાળાઓને છઠ્ઠા નોરતે બાળાઓને પ્રસાદ લહાણી રાખેલ તેમા રાજકોટ શહેરના શ્રેષ્‍ઠીઓના હસ્‍તે બાળાઓને લહાણી આપવામાં આવેલ હતી. રાજકોટના શહેર ભા.જ.પ.પ્રમુખ કમલેશ મીરાણી, મેયર પ્રદીપભાઇ ડવ, ડે.મેયર દર્શિતાબેન શાહ, પૂર્વ ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયા, ગુજરાત ફાઇનાન્‍સ બોર્ડના પૂર્વ અધ્‍યક્ષ ધનસુખભાઇ ભંડેરીએ બાળાઓને લહાણી આપેલ હતી.

આ ઉપરાંત રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર, પ્રદેશ ભાજપના મંત્રી બીનાબેન આચાર્ય, ગૌસેવા આયોગના અધ્‍યક્ષ, વલ્લભાઇ કથીરીયા, ડીસ્‍ટ્રીકટ બેંકના ડીરેકટર અરવિંદ તાડા તથા એ.જી.પી.દીલીપ મહેતા, પરાગ શાહ, લીગલ સેલના હીતેષ દવે, કાનજીભાઇ પટેલ, ભીમજીભાઇ પટેલના હસ્‍તે ગરબી મંડળની બાળાઓને લહાણી આપવામાં આવેલ હતી.

રાજકોટના દીલીપ પટેલ પરિવારના શૈલેષ પટેલ, ભાવનાબેન પટેલ, ભારતીબેન પટેલ, રીપલ પટેલ, ખુશાલી પટેલ સહિતનાઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ હતું.

(3:42 pm IST)