Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

‘મને માવતર મળે તો અંબે મા મળજો'... ગીત પર દોઢીયું લઇ રઘુવંશી ખેલૈયાઓએ રમઝટ બોલાવી

રમતા રમતા થાક લાગે પરંતુ ગરબાની ધૂન સાંભળતા હર કોઇના પગ થીરકવા લાગે

રાજકોટઃ નવલી નવરાત્રિના આઠમા નોરતે અકિલા રઘુવંશી પરિવાર રાસોત્‍સવમાં મને માવતર મળે તો અંબેમાં મળજો ગીત પર દોઢીયું લઇ રઘુવંશી ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી. જેમ જેમ દિવસો જાય છે તેમ તેમ ખેલૈયાઓમાં ઉત્‍સાહ વધતો જોવા મળી રહ્યો છે. કોઇએ મોરપીછનો મુગટ તો કોઇ માથે ગરબો લઇ ઘૂમ્‍યા હતા. જેમ  જેમ નવરાત્રિના દિવસો પસાર થાય તેમ તેમ થાક લાગે, પરંતુ મેદાનમાં આવતાની સાથે જ ગરબાની ધૂન સાંભળતા હર કોઇના પગ ગરબે ઘૂમવા મજબૂર થઇ જાય છે. ખેલૈયાઓ પ્રથમ ફોર સ્‍ટેપ ત્‍યારબાદ સિકસ સ્‍ટેપ, ત્‍યારપછી ટીટોડો, ટપો, ડાકલા અને છેલ્લે ફ્રી સ્‍ટાઇલ ગરબા રમે છે. સૌથી છેલ્લે વંદેમાતરમ સ્‍ટેપ એટલે કે રાજકોટના દરેક ખેલૈયાનો મનપસંદ સ્‍ટેપ રમી દેશભકિતના રંગમાં રંગાય છે.વિશાળ ગ્રાઉન્‍ડ અતિ આધુનિક ડેકોરેટીવ લાઇટીંગ ઇફેકટે ખેલૈયાઓને જ નહીં પણ દર્શકોના હૈયાઓને પણ હીલોળે ચડાવ્‍યા હતા. સંપૂર્ણા પારિવારિક માહોલ અને સલામતી સુરક્ષાના સજ્જડ આયોજન ઉપરાંત ખ્‍યાતનામ ઓરકેસ્‍ટ્રા મેડમ્‍યુઝિકના સથવારે જાણીતા ગાયકવૃંદ અને રોશનીના ઝળહળાટ વચ્‍ચે રઘુવંશી ખેલૈયાઓને અવનવા સ્‍ટેપ રમી માજગદંબાની આરાધના કરી હતી. જોકે, આઠમા નોરતે તો ગાયકોએ જૂના ફિલ્‍મી ગીતો હોગા તુમસે પ્‍યારા કોન, ચુરા લિયા હે તુમને જો દિલ કો સહિતના ગીતો ગાઇ ખેલૈયાઓને મોજ કરાવી દીધી હતી.

 રઘુવંશી ખેલૈયાઓને પ્રોત્‍સાહિત કરવા આયોજકો દ્વારા વેલડ્રેસ તથા પ્રિન્‍સ-પ્રિન્‍સેસને ઇનામો આપવામાં આવ્‍યા હતા. જેમાં ફર્સ્‍ટ પ્રિન્‍સ તરીકે ચિરાગ કોટક, પ્રિન્‍સેસમાં વિધિ ગણાત્રા, વેલડ્રેસ બોયઝમાં વિશાલ ઉનડકટ, વેલડ્રેસ ગર્લ્‍સમાં ચાંદની ઉનડકટ, જયારે જૂનિયર ખેલૈયામાં ફર્સ્‍ટ પ્રિન્‍સ તરીકે હિષ લાલસેતા, ગર્લ્‍સમાં પ્રેક્ષા શીંગાળા, વેલડ્રેસ જુનિયર બોયઝમાં દિપ રાયઠ્ઠા, વેલડ્રેસ જુનિયર ગર્લ્‍સમાં થૈયા પંડિત સહિતના ખેલૈયાઓને લાખેણા ઇનામો આપી ખેલૈયાઓને નવાજવામાં આવ્‍યા હતા.

આઠમા નોરતે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્‍યક્ષ ભરત બોઘરા, રાજકોટ શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોશી, મ્‍યુનિસિપલ કમિશનર અમિત અરોરા, પીજીવીસીએલના એમ.ડી. વરુણકુમાર બરનવાલ, પૂજારા ટેલિકોમના માલિક યોગેશભાઇ પૂજારા તથા રીટાબેન પૂજારા, યુરોપાઇન હોટેલના માલિક જીતુલભાઇ કોટેચા સહપરિવાર, આર.ડી.ગ્રુપના ધર્મેશભાઇ પોપટ, રમેશ ટ્રેડિંગ કંપનીના ભરતભાઇ કોટક, જાણીતા આર્કિટેક દિપકભાઇ નથવાણી, મારૂતિ વોટર સપ્‍લાયરના કૃણાલભાઇ ગણાત્રા, કલ્‍યાણ જવેલર્સના માલિક દિપકભાઇ રાજાણી, કૈલાસ નમકીનના માલિક નીલભાઇ પૂજારા સહપરિવાર, રઘૂવંશી પરિવારના મોભી હસુભાઇ ભગદેવના ધર્મપત્‍ની દક્ષાબેન ભગદેવ તેમજ તુલસીબેન, નમ્રતાબેન, એકતાબેન તેમજ સંજીલભાઇ ઉપસ્‍થિત રહ્યા હતા. જયારે એચ.એમ.આંગડિયાવાળા પંકજભાઇ ગણાત્રા તથા બટુકભાઇ ગણાત્રા સહપરિવાર, જિલ્લા પંચાયતના આરોગ્‍ય અધિકારી વિજયભાઇ ત્રાંબડિયા, વાંકાને રઘુવંશી અગ્રણી શૈલેષભાઇ ઠક્કર, હિતેષભાઇ રૂપારેલીયા, પ્રકાશભાઇ રૂપારેલીયા, પીત્‍ઝા ૩૬૦ના ધર્મેશભાઇ રૂપારેલીયા, આહિર સમાજના અગ્રણી અજયભાઇ ડાંગર, હિરૂપભાઇ તન્ના પરિવાર સાથે નિલમ ચાવાળા મેહુલભાઇ, માખેચા, અશ્વિનભાઇ બુધ્‍ધદેવ, રાજેશભાઇ માનસેતા, પ્રણવ બુધ્‍ધદેવ, દેવ માનસેતા, જયેશભાઇ બુધ્‍ધદેવ, યોગેશભાઇ વાળા, રાહુલભાઇ રાઠોડ સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહયા હતા. રઘુવંશી રાસોત્‍સવને સફળ બનવવા પરેશભાઇ વિઠલાણી આગેવાની હેઠળ આ રાસોત્‍સવને સફળ બનાવવા પ્રતાપભાઇ કોટક, રાજુભાઇ રૂપમ(મામા), શૈલેષભાઇ પાબારી (એસપી), હસુભાઇ ભગદેવ, રાકેશભાઇ પોપટ, પ્રકાશભાઇ સોમૈયા, બલરામભાઇ કારીયા, જતીનભાઇ દક્ષિણી, ધર્મેશભાઇ વસંત તેમજ મહિલા સમિતિના શીતલબેન બુધ્‍ધદેવ, શિલ્‍પાબેન પૂજારા, તરૂબેન ચંદારાણા, મનીષાબેન ભગદેવ, પ્રિતીબેન પાંઉ, બિજલબેન ચંદારાણા, રત્‍નાબેન સેજપાલ જહેમત ઉઠાવી રહયા છે.

(3:43 pm IST)