Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ઢોલીડા ઢોલ રે વગાડ.... મારે હિંચ લેવી છે....

રાજકોટ : માં જગદંબાની આરાધનાનું પાવનકારી પર્વ આસો નવરાત્રી....આસો નવરાત્રી દિવ્ય મહોત્સવ હવે પૂર્ણતાના આરે છે. આજે નોમ છે.માતાજીના મંદિરે ભાવિકો દર્શનાર્થે ઉમટે છે. તો શેરી-ચોક ચાંચર ચોક બન્યો હોય તેમ રાસની રમઝટ જામે છે. ગરબે રમતી બાળાઓના રાસ નિહાળવા ભાવિકો મોટી સંખ્યામાં ઉમટે છે. શ્રી ગાયત્રી ગરબી મંડળ છેલ્લા ૧૩ વર્ષ થી ગાયત્રી સોસાયટી શેરીનં. ૩, મોરબી રોડ, ગ્રીનલેન્ડ ચોકડી પાસે આસો નવરાત્રીનું ખુબ ધામધૂમથી ભકિતપૂર્ણ આયોજન થાય છે. જેમાં ૩૦ બાળાઓ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે. ડાંડીયા રાસ, ગાગર રાસ, ભુવા રાસ, ખોડીયાર માતાજીનો રાસ, તાલીરાસ, ખંજરી રાસ, તલવાર રાસ, ટીપ્પણી રાસ જેવા વિવિધ પ્રાચીન ગરબાઓ રમાય છે. જેમાં કોંગ્રેસ મહીલા મોરચાના રાજકોટ જિલ્લા મહીલા પ્રમુખ ચાંદનીબેન લીંબાસીયાએ હાજર રહી બાળાઓને સોનાની ચૂકની લ્હાણી કરી હતી. આ રાસોત્સવને સફળ બનાવવા ગાયત્રી ગરબી મંડળના પ્રફુલાબેન ગોસ્વામી, મોહીતગીરી ગોસ્વામી, કૃપાબેન ગોસ્વામી, ભરતભાઇ રૈયાણી, રૈલેષભાઇ મુંગરા, અલ્પેશભાઇ મકવાણા, રોહિતભાઇ સુદાણી, જીવરાજભાઇ ગોંડલીયા, વિપુલભાઇ સુદાણી, દિલીપભાઇ લુણાગરીયા, યુગ કિયાડા, હીનાબેન ચાગલાણી, ભગવતીબેન ગોંડલીયા, દક્ષાબેન મકવાણા, જયોત્સનાબેન કીયાડા, સોનલબેન સુદાણી, શિલ્પાબેન સોઢીયા, સોનલબેન સોરાણી, બિનલ ગોંડલીયા જહેમત ઉઠાવી રહ્યા છે. તસ્વીરમાં ઉપરની હરોળમાં ગાગર રાસ, ડાંડીયારાસ રજૂ કરતી બાળાઓ અને લ્હાણી વિતરણ કરતા ચાંદનીબેન તેમજ અન્ય તસ્વીરમાં વિવિધ રાસની ઝલક તથા આયોજકો ટીમ નજરે પડે છે.

(3:44 pm IST)