Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

મહાત્મા ગાંધી ટ્રસ્ટની શાળાઓનો સંયુકત રાસોત્સવ

રાજકોટઃ મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં વિદ્યાર્થીઓ માટે માંઆદ્યશકિતનાં પાવનપર્વનું આયોજન બાલભવન, રેસકોર્ષ ખાતે કરવામાં આવ્યુ હતું. માંઆદ્યશકિતની આરતીથી રાસોત્સવનો આરંભ કરાયો. જેમાં રંગબેરંગી ટ્રેડિશ્નલ ડ્રેસમાં વિદ્યાર્થીઓ મન મુકીને ઝુમી ઉઠયા હતા. રાસોત્સવમાં પ્રિન્સ, પ્રિન્સેસ તથા વેલડ્રેસ વિજેતા વિદ્યાર્થીઓને ટ્રસ્ટ સંચાલિત વિવિધ સંસ્થાના આચાર્યશ્રીઓએ હાજર રહી ઇનામ વિતરણ કરેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના ટ્રસ્ટી ડો.અલ્પાબેન ત્રિવેદીનાં માર્ગદર્શન હેઠળ કસ્તુરબા હાઇસ્કુલ વિદ્યાલયનાં જલ્પાબેન ચાવડા અને કસ્તુરબા પ્રાથમિક શાળાનાં બિદંીયાબેન આચાર્ય અને તેમના સ્ટાફ પરિવારે કરેલ હતું.

(3:45 pm IST)