Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

જીવનનગરની ગરબીમાં ટીપ્પણી બેડા રાસે જમાવ્યુ આકર્ષણ

રાજકોટઃજીવનનગર વિકાસ સમિતિ, નવરાત્રિ મહોત્સવ સમિતિ વોર્ડ નં.૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળના સંયુકત ઉપક્રમે ૪૨માં વર્ષે પ્રાચીન રાસ ગરબા આયોજન થયુ હતું ટીપ્પણી, બેડા, દિવડા, દાંડિયા રાસે જબરૃ આકર્ષણ ઉભુ કર્યુ છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણી, પૂર્વ શહેરના ભા.જ.પ. પ્રમુખ નિતીનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ ઉપપ્રમુખ પરેશભાઇ હુંબલ, મહિલા અગ્રણી વંદનાબેન ભારદ્વાજ, શ્રીમતિ કોમલબેન હુંબલ, કેતનભાઇ મકવાણા, પાર્થ ગોહેલ, વિનુભાઇ ભટ્ટ, આગેવાનોએ બાળાઓને લ્હાણી વિતરણ કર્યુ હતું. સમિતિના પ્રમુખ એડવોકેટ જયંત પંડયાએ સમિતિના કાર્યાે વર્ણવ્યા હતા. મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડયા, ભારતીબેન ગંગદેવ, શોભનાબેન ભાણવડિયા, હર્ષાબેન પંડયા એડવોકેટ, નેહાબેન મહેતા, આશાબેન મજેઠીયા, જીગીશાબેન રાવલ, યોગીતાબેન જોબનપુત્રા છેલ્લા આઠ વર્ષથી પ્રાચીન ગરબીનું નેતૃત્વ કરી સફળ આયોજન બનાવ્યુ છે. જીગીશાબેન રાવલનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. વિનોદરાય ભટ્ટ, વિનુભાઇ ઉપાધ્યાય, નવીનભાઇ પુરોહિત, અંકલેશ ગોહિલ, પાર્થ ગોહેલ, કેતન મકવાણા, અશોકભાઇ વાઘેલા જોડાયા છે.

(3:46 pm IST)