Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવની પૂર્વ ઉજવણી

રાજકોટઃ ગાંધી જયંતિ અને લાલબહાદુર શાસ્ત્રીજીના જન્મદિને રાજકોટના શિવાજી ગાર્ડન, રેસકોર્ષ ખાતે સમારોહ યોજાઇ ગયો સાંજે શિસ્તબધ્ધ, ગણવેશધારી સ્વયંસેવકોના શારીરિક કાર્યક્રમો, દંડ, યોગાસન, ધોષ, રાષ્ટ્રભકિતના ભાવ સાથે યોજાયા હતા. નાના નાના શીશુ સ્વયંસેવકોનું ગોપુરન સૌનું ધ્યાન ખેંચતુ હતું. તરૃણો દ્વારા દંડ, સંચલન, વ્યાયામયોગ તથા કતારબધ્ધ સ્વયંસેવકોએ સાથે મળીને ગીત રજૂ કરતા વાતાવરણમાં રાષ્ટ્રભકિતમય બની ગયુ હતુ, પ્રાંતના સહવ્યવસ્થા પ્રમુખ નરેન્દ્રભાઇ દવેએ વ્યકિતના ઘડતરથી જ રાષ્ટ્રનું ઘડતર વિષય પર પ્રાસંગિક પ્રવચન કરેલ. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જાણીતા પર્યાવરણવિદ અને સેવાકર્મી વિજયભાઇ ડોબરીયાએ સંઘના સંગઠન, સેવાભાવ, પ્રકૃતિરક્ષા, કુટુંબ વ્યવસ્થા બચાવવાના કાર્યને બિરદાવ્યુ હતું. આ કાર્યક્રમમાં મહાનગર સંઘચાલક જાણીતા યુરોલોજિસ્ટ ડોકટર જીતેન્દ્રભાઇ અમલાણી તથા વિસ્તાર સંઘચાલક જાણીતા આંખના સર્જન ડો.કમલેશભાઇ ડોડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. જનમેદની દ્વારા સમૂહ આરતીના દિવડાઓ સંધ્યા સમયે પ્રગટાવી પ્રકાશ પ્રસરાવ્યો હતો. તેમ ડો.હાર્દિકભાઇ નિમ્બાર્ક (વિસ્તાર કાર્યવાહ)ની યાદીમાં જણાવાયું છે.

(3:50 pm IST)