Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

એકથી એક ચડીયાતા રાસ- ગરબાને તાલે જોમ અને જુસ્‍સા સાથે જૈનમનાં ખેલૈયાઓ હર્ષભેર રમ્‍યા

પ્રખ્‍યાત ફિલ્‍મ સંગીતકાર પંકજ ભટ્ટનાં સાંજીદાઓ અને ચુનંદા સિંગરોએ ખેલૈયાઓમાં નવા જોમ ભર્યા : ખેલૈયાઓ આજે કેસરીયો માહોલ સર્જાશેઃ આવતીકાલે મેગા ફાઈનલ

રાજકોટઃ જૈનમ નવરાત્રી મહોત્‍સવમાં  જ ફિલ્‍મ સંગીતકાર પંકજ ભટ્ટનું ધમાકેદાર ઓરકેસ્‍ટ્રા અને ઉમદા ગાયક કલાકારો રાસની રમઝટ જૈનમની આગવી ઓળખ બની ચુકયુ છે.  ગ્રાઉન્‍ડ ઉપર ખાસ અતિ આકર્ષક સેલ્‍ફી ઝોન પણ તૈયાર કરેલ છે.

આઠમા નોરતે કડવા પ્રજાપતિ સમાજનાં આગેવાનો દ્વારા માતાજીની આરતી કરવામાં આવી હતી. જેમાં પ્રજાપતિ સમાજના સર્વશ્રી લલીતભાઈ વાડોલીયા, મનસુખભાઈ નડીયાપરા, અજયભાઈ વાડોલીયા, હરેશભાઈ વાડોલીયા, જેરામભાઈ વાડોલીયા સહિતના અગ્રણીઓએ માતાજીની આરતીનો લાભ લીધેલ હતો.

જૈનમ્‌ નવરાત્રી મહોત્‍સવનાં અદ્વુત આયોજનને માણવા શ્રી દેવાંગભાઈ માંકડ-પંચનાથ હોસ્‍પિટલ, મુકેશભાઈ દોશી, ગીરીશભાઈ ત્રિવેદી-દ્રષ્ટી એડ., નિલેષભાઈ ત્રિવેદી-મનીષ એડ., જયેશભાઈ સોના - એડેક્ષ એડ., પ્રજ્ઞેશભાઈ રૂપાણી-એડ. મેનેજર- સંદેશ, સુરેશભાઈ પરમાર, નરેશભાઈ ગોટેચા, મનીષભાઈ દોશી - જેએસજીઆઈએફ - વાઇસ પ્રેસીડન્‍ટ તથા શ્રીમતિ સેજલ દોશી- કન્‍વીનર - સંગીની સૌરાષ્ટ્ર રીજીયન, જાણીતા બિલ્‍ડરશ્રી રણજીતભાઈ પીઠડીયા, શ્રી સાગઠીયા સાહેબ- આર.એમ.સી., રૂદ્ર કોર્પોરેશનનાં શૈલેન્‍દ્રસિંહ જાડેજા તથા જીજ્ઞેશભાઈ દોશી, પી.ડી. અગ્રવાલ, જયેશભાઈ કામાણી, મનીષભાઈ કામાણી વિગેરે ઉપસ્‍થિત રહયા હતા.

સંગીતકાર પંકજ ભટ્ટ અને તેમનું ધમાકેદાર ઓસ્‍કેસ્‍ટ્રાનાં સાંજીદાઓએ સથવારે અનિલ વંકાણી, ઉવર્શિ પંડયા, પ્રિતી ભટ્ટ, પ્રદિપ ઠકકર જેવા ફેમસ સિંગરોએ આપણી સંસ્‍કૃતિને અકબંધ રાખી ગરબાને અર્બન ટચ આપીને એક થી એક ચડીયાતા રાસ-ગરબા પ્રસ્‍તુત કરી ખેલૈયાઓને એક નવું જોમ ભરેલ હતું.

આવતિકાલે જૈનમ્‌ નવરાત્રી મહોત્‍સવમાં મેગા ફાઈનલ રાઉન્‍ડ રમાડવામાં આવશે જેમાં વિજેતાઓને ટીવીએસ બાઈક, એકટીવા, વોશીંગ મશીન, એરકુલર, સોનાનો ચેઈન, બુટ્ટી, એલ.ઈ.ડી. ટીવી જેવા લાખેણા ઈનામો અપાશે.

આઠમા નોરતે જુનીયર પ્રિન્‍સેસ વેલડ્રેસમાં  દોશી શ્રેયા, હીયા ગાંધી, અશ્રી શાહ  તેમજ જુનિયર પ્રીન્‍સ વેલડ્રેસમાં શાહ કૌશલ, કોઠારી પ્રશમ, મહેતા વિર તથા સીનીયર પ્રિન્‍સેસ વેલડ્રેસમાં તેજલ ગાંધી, જલ્‍પા સંધવી, કોઠારી ખુશી તથા સીનીયર પ્રિન્‍સ વેલડ્રેસમાં દોશી જૈનમ્‌, સંદ્યાણી રીષભ, શાહ કલ્‍પીત તેમજ જુનિયર પ્રીન્‍સમાં રીદાન કામાણી, મહેતા જેનીલ, દોશી હિતાર્થ તથા સીનીયર પ્રિન્‍સેસમાં ધારા કામદાર, દેવાંશી કોઠારી, યેશા શાહ અને સિનીયર પ્રિન્‍સમાં દીપ વોરા, દેવ શાહ, તીર્થ શેઠ ને વિજેતા જાહેર કરી ઈનામો આપવામાં આવેલ હતા.

જૈનમ નવરાત્રીમાં કાયમી જજ તરીકે જીજ્ઞેશભાઇ પાઠક, અમિતભાઇ રાણપરા, ભાવનાબેન બગડાઇ, ઉષ્‍માબેન વાણી, ડો.મનીષ પટેલ, વેલન્‍ટીનાબેન પંડયા, નિલેશભાઈ ગઢવી એ ઉપસ્‍થિત રહી સેવા આપેલ હતી.

(4:02 pm IST)