Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ભાજપના ચાર શષાોઃ ED, CBI, આપ અને ઓવૈસી!

ગુજરાતમાં ભાજપ સામે પ્રચંડ રોષઃ પરિવર્તન નકકી : કોંગ્રેસના અગ્રણીઓ ડો. ઇન્‍દ્રવિજયસિંહ ગોહિલ અને હરપાલસિંહ ચુડાસમા ‘અકિલા'ની મુલાકાતેઃ પરિવર્તન યાત્રાનો બીજો તબકકો તા. ૯ થી સોમનાથથી પ્રારંભઃ કોંગ્રેસ ૧રપ બેઠકો સાથે સત્તામાં આવશેઃ બેકારી ભથ્‍થુ, ખેડૂતોના દેવા માફી વગેરે નિર્ણયો પ્રથમ કેબિનેટમાં લેવાશે.

‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ઇન્‍દ્રવિજયસિંહ ગોહિલ કાર્યકારી પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ હરપાલસિંહ ચુડાસમા ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ નરેન્‍દ્ર સોલંકી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ N.S.U.I. પ્રમુખ ડો. હેમાંગ વસાવડા ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ મહેશ રાજપૂત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ડી. પી. મકવાણા ગુજરાત પ્રદેશ મહામંત્રી માનસિંહ રાઠોડ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રભારી આદિત્‍યસિંહ ગોહેલ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ મહામંત્રી મુકેશભાઇ ચાવડા કોંગ્રેસ અગ્રણી ડો. રાજદીપસિંહ જાડેજા કોંગ્રેસ અગ્રણી હરપાલસિંહ જાડેજા રાજકોટ યુથ કોંગ્રેસ પ્રમુખ વગેરે નજરે પડે છે.

(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૪: ર૭ વર્ષના શાસનમાં ભાજપે ગુજરાતને ખૂબ અન્‍યાય કર્યો છે. દરેક ક્ષેત્રમાં ભાજપ સામે તીવ્ર રોષ જોવા મળે છે. લોકોના આક્રોશમાંથી ડરી ગયેલા ભાજપે સત્તા વિરોધી મત વિભાજિત કરવા અને સત્તાનો વિરોધ કરનારને ડરાવવા ચૂંટણીના મેદાનમાં ચાર શષાોનો ઉપયોગ કર્યો છે.  ED, CBI, આમ આદમી પાર્ટી અને ઓવૈસી... ભાજપની આ ચાલ લોકો ઓળખી ગયા છે. આ વખતે શાસન પરિવર્તનનો નિર્ધાર લોકોએ કરી લીધો છે.

આ શબ્‍દો પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ડો. ઇન્‍દ્રવિજયસિંહ ગોહિલના છે. તેઓ આજે ‘અકિલા'ની મુલાકાતે આવ્‍યા હતા.

ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા યુવા પરિવર્તન યાત્રાનું પ્રથમ ચરણ અંબાજીથી ઉમરગામ સુધીની ભવ્‍ય સફળતા મળી છે, આ યુવા પરિવર્તન યાત્રામાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના કાર્યકારી પ્રમુખ ડો. ઇન્‍દ્રવિજયસિંહ ગોહિલ અને ગુજરાત યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની આગેવાનીમાં થઇ રહી છે આ યાત્રાના પ્રથમ ચરણમાં અંબાજીથી ઉમરગામના ૧૦ દિવસની યાત્રામાં હજારોની સંખ્‍યામાં યુવાનો જોડાયા હતા, આ યુવા પરિવર્તન યાત્રામાં સભા, બાઇક રેલી, મસાલ યાત્રા જેવા અનેક કાર્યક્રમો થયા છે. બીજા ચરણમાં આ યુવા પરિવર્તન યાત્રા તારીખ ૦૯ થી ૧૮ સુધી ૧૦ દિવસ ચાલશે. આ યુવા પરિવર્તન યાત્રા સોમનાથથી સૂઇ ગામ ત્‍યારબાદ નડાબેટ દર્શન કરીને પૂર્ણ કરવામાં આવશે.

આ યુવા પરિવર્તન યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી ડો. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઇ ઠાકોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૌરાષ્‍ટ્ર ઝોનના ઇન્‍ચાર્જ રામ કિશન ઓઝા સહિત તમામ ધારાસભ્‍યો કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો જોડાશે.

પ્રદેશ યુવા કોંગ્રેસના અધ્‍યક્ષ હરપાલસિંહ ચુડાસમાએ જણાવ્‍યું હતું કે, ભાજપ સરકારે યુવા બેકારોનું શોષણ કર્યું છે. ફિકસ પગાર આઉટ સોર્સિંગ, કોન્‍ટ્રાકટ સિસ્‍ટમ વગેરેથી યુવા વર્ગ ત્રાહીમામ છે. યુવા વર્ગનો રોષ સરકાર સામે ન જાગે તેથી તેને ડ્રગ્‍સના રવાડે ચઢાવવામાં આવી રહ્યા છે, ગુજરાત ડ્રગ્‍સ એન્‍ટ્રીના હબ જેવું બની ગયું છે. કોંગ્રેસ શિક્ષિત બેકારોને રોજગારી અથવા મહિને રૂા. ૩૦૦૦ ભથ્‍થુ આપશે. કોંગ્રેસની પરિવર્તન યાત્રાને ભરપૂર પ્રતિસાદ મળી રહ્યો છે. ભાગલા પડાવવાની ભાજપની નીતિ સફળ નહિં થાય. ઇડી-સીબીઆઇથી ડરાવવામાં આવે છે. ભાજપની બી ટીમ જેવા કેજરીવાલ અને સી ટીમ જેવા ઓવૈસીને મેદાનમાં ઉતારાયા છે, પરંતુ કોંગ્રેસને ૧રપ બેઠકો સાથે લોકો સત્તા સોંપશે.

મુલાકાત પ્રસંગે રાજકોટ કોંગ્રેસના અગ્રણીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

યુવા પરિવર્તન યાત્રા સોમનાથથી સુઇગામ

તારીખ    સમય      સ્‍થળ          વિગત

Day-1     સવારે ૧૦-૦૦ સોમનાથ સભા   બપોરે જમવાનું

૯/૧૦/ર૦રર         બપોરે ર-૦૦  વેરાવળ

           સાંજે પ-૩૦ કેશોદ (મસાલ યાત્રા)  રાત્રી રોકણ-કેશોદ

Day-2     સવારે ૧૧-૩૦ માણાવદર (સ્‍વાગત)

૧૦/૧૦/ર૦રર        બપોરે ૧-૩૦  કુતિયાણા        બપોરે જમવાનું

           સાંજે ૪-૦૦               રાણાવાવ (સ્‍વાગત)

           સાંજે ૫-૦૦               પોરબ઼દર-સભા  રાત્રી રોકાણા-ખંભાળીયા

Day-3     સવારે ૧૦-૦૦ ખંભાળીયા

૧૧/૧૦/ર૦રર        સાંજે ૪-૦૦   જામનગર(રોડ શો)      બપોરે જમવાનું

           સાંજે ૬-૦૦ ધ્રોલ (સ્‍વાગત) રાત્રી રોકાણ-ધ્રોલ

Day-4     સવારે ૧૦-૦૦ પડધરી

૧ર/૧૦/ર૦રર        બપોરે૧ર-૦૦ રાજકોટ (રોડ શો)       બપોરે જમવાનું

           સાંજે પ-૦૦               વાંકાનેર રાત્રી રોકાણ-વાંકાનેર

Day-5     સવારે ૧૦-૦૦ મોરબી

૧૩/૧૦/ર૦રર        બપોરે ૧-૦૦  હળવદ   બપોરે જમવાનું

           સાંજે પ-૦૦               ધ્રાંગધ્રા  રાત્રી રોકાણ-વાંકાનેર

Day-6     સવારે ૧૧-૦૦ પાટડી           બપોરે જમવાનું     

૧૩/૧૦/ર૦રર        સાંજે ૪-૦૦   દસાડા (સ્‍વાગત)       

           સાંજે ૬-૦૦ વિઠ્ઠલાપુર (સભા)

Day-7     સવારે ૧૦-૦૦ દેત્રોજ

૧પ/૧૦/ર૦રર        બપોરે ૧-૦૦  કડી(સ્‍વાગત)

           બપોરે ર-૦૦              કલોલ(સભા)    બપોરે જમવાનું

           સાંજે ૬-૦૦ માણસા (મસાલા યાત્રા) રાત્રી રોકાણ

Day-8     સવારે ૧૦-૦૦ વિજાપુર

૧૬/૧૦/ર૦રર        બપોરે ર-૦૦  વિસનગાર

           સાંજે પ-૦૦               ઉંજા (સ્‍વાગત)

        સાંજે ૬-૦૦    પાટણ (મશાલયાત્રા)  રાત્રી રોકાણ

(4:10 pm IST)