Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

રાજપુત ગિરાસદાર બહેનો માટે ગુરૂવારે ભવ્‍ય રાસોત્‍સવ

ગુજરાત રાજપુત યુવા સંઘ અને ગુજરાત રાજપુત મહિલા સંઘનું સતત ર૧માં વર્ષે ગરિમાપૂર્ણ દમદાર આયોજન

સતત ર૧માં વર્ષે અખીલ ગુજરાત રાજપુત યુવા સંઘ અને રાજપૂત મહિલા સંઘ દ્વારા રાજપુત મહિલાઓ માટે ‘રાજપુત શરદોત્‍સવ-ર૦રર'નું આયોજન થયું છે. આયોજકો સર્વશ્રી પી.ટી.જાડેજા, રાજભા ઝાલા, કિશોરસિંહ જેઠવા, હસુભા જાડેજા, હરપાલસિંહ ઝાલા, અક્ષીતસિંહ જાડેજા અને નિર્મળસિંહ ઝાલાએ આયોજનની વિગતો અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વર્ણવી હતી. ત્‍યારની તસ્‍વીરમાં અકિલાના સિનિયર પત્રકાર જયદેવસિંહ જાડેજા પણ નજરે પડે છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૪: આગામી તા.૬-૧૦-રરને ગુરૂવારના રોજ રાજપુત ગીરાસદાર ક્ષત્રીય સમાજના બહેનો માટે શરદોત્‍સવ-ર૦રરનું જબરજસ્‍ત આયોજન બાલભવન, કિશાનપરા ચોક, રેઇસકોર્ષ ખાતે કરવામાં આવ્‍યું છે.

છેલ્લા ર૧ વર્ષથી  ફકત રાજપુત સમાજના બહેનો માટે  આ રાસોત્‍સવનું આયોજન થઇ રહયું છે.  ત્રણ ગૃપમાં બહેનોને રમાડવામાં આવે છે. એ ગૃપ પ થી ૧પ વર્ષ, બી ગૃપ ૧૬ થી રપ વર્ષ, સી ગૃપ ર૬ થી ઉપરના બહેનો રમી શકશે. ત્રણેય ગૃપમાં પ્રથમ ૧ થી ૩ નંબર અને વેલડ્રેસ એમ કુલ ૪ ઇનામો આપવામાં આવશે. દરેક ગૃપમાંથી ૧૦ ચુનંદા બહેનોને સીલેકટ કરી કુલ ૩૦ બહેનોમાંથી ૧ બમ્‍પર ઇનામ વિજેતા પસંદ કરવામાં આવશે.

કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ વિશેષ તરીકે શ્રી કિર્તીસિંહ વાઘેલા, રાજય શિક્ષણમંત્રીશ્રી, ગુજરાત સરકાર, ગીતાબા જયરાજસિંહ જાડેજા, ધારાસભ્‍ય ગોંડલ, ડો.જયેન્‍દ્રસિંહ જાડેજા, મેનેજીંગ ડીરેકટર, અ..ગુ.રા.યુવા સંઘ, શ્રી જયપાલસિંહ રાઠોડ, આઇ.પી.એસ. (એસ.પી. રાજકોટ ગ્રામ્‍ય), શ્રી એ.કે.સીંઘ, ડેપ્‍યુટી કમિશ્નર, રા.મ્‍યુ.સી. ખાસ ઉપસ્‍થિત  રહેશે. આ ઉપરાંત રાજપુત સમાજના અગ્રણીઓ, દાતાઓ, ઉદ્યોગપતિ, પોલીસ અધિકારીશ્રીઓ, ડોકટર્સ વિગેરે ઉપસ્‍થિત રહી બહેનોના કાર્યક્રમને નિહાળી પ્રોત્‍સાહીત કરશે.

કાર્યક્રમના મુખ્‍ય દાતા હસુભા જાડેજા (ઘંટેશ્વર) તરફથી ૧ લાખ અનુદાન પેટે સહયોગ પ્રાપ્ત થયો છે. કાર્યક્રમ બાદ રાજભા સતુભા જાડેજા (મોટા વાગુદડ) તરફથી અલ્‍પાહારની વ્‍યવસ્‍થા હંમેશની માફક કરવામાં આવી છે. વિજેતા બહેનોને સ્‍વ.રાજેન્‍દ્રસિંહ જશુભા જેઠવા (પાંડાવદર) તરફથી શિલ્‍ડ એનાયત કરવામાં આવશે. વિજેતા બહેનો  પણ આકર્ષક ગીફટ આપવામાં આવશે. આ ઉપરાંત શત્રુઘનસિંહ ઝાલા (ચુડવા), અક્ષીતસિંહ પી.જાડેજા (હડમતીયા જંકશન), રાજદીપસિંહ મુળરાજસિંહ જાડેજા (રાજાભાઇ વાવડી), શકિતસિંહ ઝાલા (કળમ), ક્રિષ્‍ના એન્‍ટરપ્રાઇઝ, પૃથ્‍વીરાજસિંહ ઝાલા (લખતર), બાલાજી થાળ, રાજકોટ ગીતા સાડીઝ, અમરશીભાઇ, રાજકોટ તેમજ વી.જી.સાડી પ્રદ્યુમનસિંહ ઝાલા, ફેદરા તરફથી સહયોગ મળેલ છે.કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી પી.ટી.જાડેજાની આગેવાની નીચે કિશોરસિંહ જેઠવા, જીલ્લા પ્રમુખ રાજકોટ, કિરીટસિંહ જાડેજા શહેર પ્રમુખ રાજકોટ, હિતેન્‍દ્રસિંહ ઝાલા જડેશ્વર કોઠારીયા, પથુભા જાડેજા ખોખરી, નિર્મળસિંહ ઝાલા નેકનામ, રાજભા વાળા હરીયાસણ, મહિપતસિંહ પરમાર ટીકર, અશોકસિંહ જાડેજા દોમડા, બનુભા ઝાલા મેઘપર ઝાલા, પરાક્રમસિંહ જાડેજા, માણેકવાડા, ચંપકસિંહ જાડેજા વડાળી, કનકસિંહ ઝાલા, પુનિતનગર, નરેન્‍દ્રસિંહ જાડેજા, હડમતીયા, રણજીતસિંહ વાળા, હરીયાસણ, શકિતસિંહ પરમાર, મવડી, ઉપરાંત અખિલા ગુજરાત મહિલા સંઘનાં શ્રી દશરથબા પરમાર, શ્રી કોકીલાબા એસ. ઝાલા, શ્રી જયશ્રીબા પી. જાડેજા,  શ્રી હિનાબા બી. ગોહીલ, શ્રી ઇલાબા સી. જાડેજા, શ્રી કિર્તીબા જી. ઝાલા, શ્રી મીનલબા જે. જાડેજા, શ્રી સીતાબા પી. જેઠવા, શ્રી ભાવનાબા ઓ. જાડેજા, શ્રી રજનીબા ટી. રાણા, શ્રી ગીતાબા જે. ચૂડાસમા, શ્રી ક્રિષ્‍નાબા પી. ઝાલા, શ્રી નયનાબા જે. જાડેજા (સણોસરા),  શ્રી હંસનીબા આર. જાડેજા, શ્રી હર્ષાબા ઝાલા, શ્રી મીનાબા ઓ. રાણા, શ્રી નયનાબા જાડેજા (પાંચસરા), શ્રી નંદુબા કે. જાડેજા, શ્રી પ્રફુલ્લાબા જી. રાણા, શ્રી છાયાબા એમ. જાડેજા (ગોંડલ પ્રમુખ), શ્રી સુલેખાબા જાડેજા, ગોંડલ, શ્રી ગુણવંતબા આર. ચુડાસમા, પ્રમુખ જેતપુર, શ્રી જયશ્રીબા ઝાલા, શ્રી જયોતીબેન એન. જાડેજા, પ્રમુખ ધોરાજી, શ્રી પુજાબા જાડેજા, ગાંધીગ્રામ, શ્રી મનિષાબા પી. જાડેજા, પ્રમુખ જામકંડોરણા, શ્રી વિલાસબા સોઢા (રેલનગર), શ્રી પુર્ણાબા ગોહીલ, ગૃહમાતા, રાજકોટ વિગેરે તથા રાજકોટ જિલ્લાના તમામ તાલુકાના કાર્યકતા ભાઇઓ તથા બહેનો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. ચંદ્રાબા પરમાર, મંછાબા જાડેજા, જનકબા જાડેજા દ્વારા જહેમત ઉઠાવી રહેલ છે.

 રાજકોટ ખાતે તા. ૧૧-ર-ર૦ર૩ ના શનિવારના રોજ રાજપૂત સમૂહ લગ્નનું આયોજન પી. ટી. જાડેજા, આશાપુરા ફાર્મ, શિતલ પાર્ક ચોક પાસે, રાજકોટ ખાતે રાખવામાં આવનાર છે. ભાગ લેનારએ પોતાનું ફોર્મ ભરી એન. કે. જાડેજા, કન્‍યા છાત્રાલય ખાતે આપવાનું રહેશે. વધુ વિગત માટે પી. ટી. જાડેજા ૯૮ર૪ર ૧૪ર૯૯, કિશોરસિંહ જેઠવા, ૯૯રપર ૪૮રપ૧, કિરીટસિંહ જાડેજા ૯૮૭૯૧ ૬૬પ૧ર નો સંપર્ક કરવો.

રાસોત્‍સવ કાર્યક્રમનો સમય સાંજે ૬ વાગ્‍યે શરૂ કરી દેવામાં આવશે તો દરેક ભાઇઓ તથા બહેનોને પોતાનું સ્‍થાન સ્‍થળ પર સમયસર મેળવી લેવા યાદીમાં જણાવાયું છે.

(4:13 pm IST)