Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

‘નાઈટહૂડ'ની ઉપાધીને પરત કરતાં કહ્યું કે હું તમામ પ્રકારનાં વિશિષ્‍ટ સન્‍માનોથી મુકત થઈ દેશવાસીઓ સાથે રહેવા માંગું છું: રવિન્‍દ્રનાથ ટાગોર

‘આઝાદી પૂર્વે સ્‍વાતંત્ર્ય સૈનિકોની લડતનો ઈતિહાસ'

દેશની આઝાદી માટેનાં સંઘર્ષમાં કલકત્તાનું બહુ મોટું યોગદાન છે. કલકત્તા બ્રિટીશ શાસન માટે કેન્‍દ્ર અને પ્રતિક હતું. કલકત્તા બ્રિટીશ શાસનની રાજધાની હતી. ઈ.સ. ૧૯૦૫ માં બંગ-ભંગનાં પરિણામે કલકત્તા મધ્‍યે તા. ૭મી ઓગષ્ટે મિટીંગ મળી અને હજારો લોકોએ બ્રિટીશ વસ્‍તુઓનો બહિષ્‍કાર કર્યો. બિપીનચંદ્ર પાલે કલકત્તામાં દૈનિક ‘વંદે માતરમ્‌'નો પ્રારંભ કર્યો. ઈ.સ. ૧૯૧૧ માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન મળ્‍યું અને તેમાં રાષ્ટ્રગાન ‘જન ગણ મન' પ્રથમ ગવાયું. ઈ.સ. ૧૯૧૧ માં બ્રિટનમાં કિંગ જયોર્જ ભારત પ્રવાસે આવ્‍યા અને ભારતની રાજધાની કલકત્તાથી દિલ્‍હી સ્‍થળાંતર થઈ.

રવિન્‍દ્રનાથ ઠાકુર (ટાગોર) ૧૮૭૧-૧૯૪૧

રવિન્‍દ્રનાથ ઠાકુરે રાષ્ટ્રપ્રેમની ભાવનાને જાગૃત કરવા માટે ભારતીય ઈતિહાસ તથા ભારતની પૌરાણિક ગાથાઓ અને દંતકથાઓનો ભરપૂર ઉપયોગ કર્યો. ‘બંગ-ભંગ'ની ઘોષણાનાં વિરોધમાં તેમણે પ્રતિવાદ વ્‍યક્‍ત કર્યો હતો.

રવિન્‍દ્રનાથ ઠાકુર માત્ર બંગાળ માટે જ નહિ પરંતુ સમગ્ર દેશ માટે સતત સક્રિય હતા. બ્રિટીશ શાસનનાં પ્રારંભમાં કલકત્તા દેશની રાજધાની હતી પણ ઈ.સ. ૧૯૧૧ માં દિલ્‍હી રાજધાની બની. કલકત્તા મધ્‍યે ‘શહીદ મીનાર'તથા ‘જીવન દામિની ગંગા' યુદ્ધ વિજયને ઉપલક્ષ્યમાં ‘ઓક્‍ટરલોની ટાવર' પર રવિન્‍દ્રનાથ ઠાકુરે શહીદ મીનાર પર પ્રજાને સંબોધન કરેલ.

બંગાળમાં ક્રાંતિકારી સમિતિઓની સ્‍થાપના થઈ જે અંગે રવિન્‍દ્રનાથ ઠાકુરે ૧૮૭૬ માં સંબોધન કર્યું. સાહિત્‍યિક જીવનની પ્રારંભ અવસ્‍થામાં પણ તેમણે શ્નસાધનાઙ્ખતથા અન્‍ય પત્રિકાઓમાં પોતાની રચનાઓનાં માધ્‍યમથી સર્જનાત્‍મક રાષ્ટ્રવાદને પ્રસ્‍તુત કરેલ. શિક્ષણનાં માધ્‍યમનાં સ્‍વરૂપમાં માતૃભાષાનો ઉપયોગ કરેલ.

જલિયાવાલા બાગ કાંડ બાદ બ્રિટીશ શાસનનાં કૃત્‍યો પ્રતિ તિરસ્‍કાર વ્‍યક્‍ત કરવા તેમણે ‘નાઈટહુડ'ની ઉપાધીને પરત કરતાં તેમણે ગવર્નર જનરલને કહ્યું કે ‘હું તમામ પ્રકારનાં વિશિષ્ટ સન્‍માનોથી મુક્‍ત થઈ અમારા દેશવાસીઓની સાથે રહેવા માંગુ છું.'

કલકત્તા મધ્‍યે મહર્ષિ દેવેન્‍દ્રનાથ ઠાકુર દ્વારા ‘શાંતિ નિકેતન'આશ્રમની સ્‍થાપના થઈ. વિશ્વભારતીએ રાષ્ટ્રવાદી ભાવનાઓને ઉત્તેજન આપ્‍યું. ગાંધીજી ફિનિકસ સ્‍કૂલનાં વિદ્યાર્થીઓને લઈને શાંતિ નિકેતનમાં રહ્યા. ગાંધીજી સાથે રવિન્‍દ્રનાથ ઠાકુરને ખૂબ જ મિત્રતા હતી. રવિન્‍દ્રનાથ ઠાકુર તથા અવનીન્‍દ્રનાથ ઠાકુરની વિદાય બાદ સરોજીની નાયડુ તથા જવાહરલાલ નહેરૂએ જવાબદારી સંભાળી.

રવિન્‍દ્રનાથ ઠાકુરે સ્‍વતંત્ર ભારતનું રાષ્ટ્રગીત ‘જન ગણ મન'ની રચના કરી. રવિન્‍દ્રનાથ ઠાકુર દુનિયાનાં એકમાત્ર એવા કવિ છે કે જેમણે બે રાષ્ટ્રો ભારત અને બાંગ્‍લાદેશનાં રાષ્ટ્રીય ગીતોની રચના કરી.

 

  •  ક્રાંતિકારીઓએ આઝાદીની લડત દરમ્‍યાન રાષ્ટ્રીયગીતોની રચના કરી.
  •  ‘જન ગણ મન' - રવિન્‍દ્રનાથ ટાગોર (૧૯૬૧-૧૯૪૧)
  •  ‘સરે જહાં સે અચ્‍છા, હિન્‍દોસ્‍તાં હમારા...' - મોહમદ ઇકબાલ (૧૮૭૭-૧૯૩૮)
  •  ‘ઝંડા ઊંચા રહે હમારા...' - શ્‍યામલાલ ગુપ્ત (૧૮૯૫-૧૯૬૭)
  •  ‘ઝાંસી કી રાની' તથા ‘વીરો વસંત' - સુભદ્રા ચૌહાણ (૧૯૦૪-૧૯૪૮)
  •  ‘પુષ્‍પ કી અભિલાષા' - મનસુખલાલ ચતુર્વેદી (૧૮૮૯-૧૯૬૭)

 

સંકલનઃ નવીન ઠકકર, મો. ૯૮૯૮૩ ૪૫૮૦૦

 

(4:15 pm IST)