Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

મનપા દ્વારા સ્‍પર્ધાત્‍મક પરીક્ષાર્થીઓ માટે ફ્રી કોચિંગ કલાસનો પ્રારંભ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા વેબ સંકુલ -ગાંધીનગરનાં માધ્‍યમથી આયોજિત જી.પી.એસ.સી. વર્ગ-૧/૨ તથા વર્ગ- ૩ ના ફ્રી વીડીયો કોર્ષ કોચિંગ ક્‍લાસનો આજથી શુભ પ્રારંભ કરવામાં આવ્‍યો છે.  આ ફ્રી વીડીયો કોર્ષમા ઉપરોક્‍ત ત્રણેય લાઇબ્રેરીઓના સ્‍થળેᅠ જી.પી.એસ.સી. વર્ગ- ૧/૨ નાં પ્રથમ ૧૮૭ વિદ્યાર્થીઓને તથા વર્ગ - ૩ નાં મેરિટ લીસ્‍ટ મુજબના પ્રથમ ૧૮૭ વિધાર્થીઓ મળી કુલ ૩૭૪ વિદ્યાર્થીઓને છ મહિના સુધી દરરોજ બે કલાક વિવિધ વિષયોના વીડીયો કોર્ષના માધ્‍યમથી કોચીંગ આપવામાં આવશે.

(4:16 pm IST)