Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

પત્‍નિ રિસામણે જતાં નરસંગપરાના અવિનાશ વાઘેલાએ ઝેરી દવા પીધી

જેલમાં હત્‍યાના ગુનાના કેદી સાગર બગથરીયાએ વિચારવાયુને કારણે બિમારીની વધુ દવા પી લીધી

રાજકોટ તા. ૪: જુની કલેક્‍ટર કચેરી પાસે રહેતાં અવિનાશ હરીશભાઇ વાઘેલા (ઉ.૧૯) નામના યુવાને રાતે ઝેરી ટીકડી પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ અવિનાશ છુટક સફાઇ કામ કરે છે.તેની પત્‍નિ રિસામણે જતી રહી હોવાથી માઠુ લાગતાં તે દવા પી ગયો હતો.

બીજા બનાવમાં પોપટપરા સેન્‍ટ્રલ જેલમાં કાચા કામના કેદી હત્‍યાના ગુનાના આરોપી સાગર પ્રવિણભાઇ બગથરીયા (ઉ.૨૫)એ રાતે બિમારીની વધુ દવા પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. બંને બનાવમાં હોસ્‍પિટલ ચોકીના કલ્‍પેશસિંહ ગોહિલે જાણ કરતાં પ્ર.નગરના વિમલેશભાઇ રાજપૂત અને રાજાભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. કેદીએ પોતાને જેલમાં વિચારવાયુ થઇ જતાં વધુ ટીકડી પી લીધાનું કહ્યું હતું.

(4:19 pm IST)