Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ત્રિલોક ચોક ક્‍વાર્ટરમાં કલેશને કારણે મિલન ફિનાઇલ-ઝેરી દવા પી ગયો

રૈયાધારમાં સાસુએ ઝઘડો કરતાં મીનાબેને ફિનાઇલ પીધું

રાજકોટ તા. ૪: સાધુ વાસવાણીરોડ પર ત્રિલોક ચોક આવાસ યોજના ક્‍વાર્ટરમાં રહેતાં મિલન મનસુખભાઇ બાબરીયા (ઉ.વ.૨૫) નામના યુવાને રાતે એકાદ વાગ્‍યે ફિનાઇલ તેમજ ઝેરી ટીકડી પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં  પડોશીઓએ ખસેડયો હતો. તે છુટક કડીયા કામ કરે છે. સંતાનમાં એક પુત્રી છે. ઘરમાં પત્‍નિ સાથે કલેશ થતાં પગલુ ભર્યાનું પડોશીએ જણાવ્‍યું હતું.

બીજા બનાવમાં રૈયાધાર બાર માળીયામાં રહેતાં મીનાબેન ભુપતભાઇ પરમાર (ઉ.૪૦) નામના મહિલા ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં બંને બનાવમાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. મીનાબેનને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. સાસુ સતત ઝઘડો કરી હેરાન કરતાં હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.

(4:20 pm IST)