Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ગોપાલક ગર્લ્‍સ હોસ્‍ટેલની શુભેચ્‍છા મુલાકાતે દેવુસિંહ ચૌહાણ

રાજકોટ, તા. ૩ :  ગાંધી જયંતિના પાવન દિને રાજકોટની ભરવાડ સમાજની કન્‍યાઓ માટેની વિદ્યાર્થીની ગૃહ-ગોપાલક ગર્લ્‍સ હોસ્‍પટેલની કેન્‍દ્રીય સંચારમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે ગોપાલ ગર્લ્‍સ હોસ્‍ટેલમાં વિદ્યાર્થીનીઓને રહેવાની ઉતમ સુવિધા, ભોજનાલય, લાઇબ્રેરી કે જયાં દિકરીઓ માટે ચોવીસે કલાક વાચન માટે ખુલ્લી રહે છે તે વાંચનાલય તેમજ સમગ્ર હોસ્‍ટેલની સ્‍વચ્‍છતા નિહાળી પ્રભાવિત થયા હતા.

આ સંસ્‍થાનું બહેનો દ્વારા જ સંચાલન થતું હોય ગોપાલ ગર્લ્‍સ હોસ્‍ટેલના મહિલા ટ્રસ્‍ટીઓ આ પ્રસંગે હાજર હતા. તમામ ટ્રસ્‍ટીઓ સાથે મંત્રીશ્રી રૂબરૂ મળ્‍યા અને સંસ્‍થાની વિવિધ પ્રવૃત્તિઓથી માહિતગાર કરેલ.

કેન્‍દ્રીય મંત્રીશ્રી દેવસિંહજી ચૌહાણ ગોપાલક ગર્લ્‍સ હોસ્‍ટેલની મુલાકાતે પધારતા હોસ્‍ટેલની દિકરીઓએ જ નાનકડો પરંતુ દૈદિપ્‍યમાન કાર્યક્રમનું આયોજન કરેલ હતું. શ્રી દેવુસિંહજી ચૌહાણે દિકરીઓને આર્શિવચન આપતાં કહ્યું કે, હંમેશા ઉંચી ઉડાન ભરજો. અહીં આટલી બધી સુંદર વ્‍યવસ્‍થા છે તો તેનો તમે બધી દિકરીઓ ખુબજ ઉપયોગ કરી જીવનમાં સફળતા પ્રાપ્ત કરજો. આવા સુંદર વાતારવણમાં તમારા મનમાં જે સારા વિચારો આવે તેનો તમામ જીવનમાં અમલ કબજો. સંસ્‍થાના સ્‍થાપક સ્‍વ. વી.આર. ટોળિયા ને યાદ કરતા તેઓએ કહેલ કે, કૃષ્‍ણે પોતાના માટે કશું જ કર્યુ નથી તેઓશ્રીએ સમાજ માટે સઘળુ કર્યુ હતું. કૃષ્‍ણ કયારેય પોતાના માટે લડયા નથી પરંતુ સમાજ માટે એમણે સઘળું કાર્ય કરેલ છે તે જ રીતે સ્‍વ. વી.આર. ટોળિયા પણ પોતાના સમાજની દિકરીઓના ઘડતરનું કાર્ય કર્યુ.

કાર્યક્રમના પ્રારંભે ગોપાલક ગર્લ્‍સ હોસ્‍ટેલની બાળા વિદ્યા વેસરાએ શબ્‍દોથી સ્‍વાગત કર્યુ હતું.

સંસ્‍થાના મહિલા ટ્રસ્‍ટી કુસુમબહેન ટોળિયા રૂપાબહેન માલધારી, શાંતિબહેન ટોળિયા અને દેવ્‍યાની બહેન ગમારા તથા ગોપાલક ગર્લ્‍સ હોસ્‍પટેલની તમામ દિકરીઓ વતી કોમલ વકાતર, જશુ વેસરા, બંસી રાણિંગાએ પુષ્‍પગુચ્‍છથી શ્રી દેવુસિંહજીનું સ્‍વાગત કર્યુ હતું. ગોપાલક ગર્લ્‍સ હોસ્‍ટેલની સમગ્ર માહિતી તમેજ પોતાનો હોસ્‍ટેલ વિશેનો અભિપ્રાય કિંજલ રાણિંગાએ આપ્‍યો હતો. પરિચય સંસ્‍થાના સ્‍થાપક પરિવારના સભ્‍ય સંચાલક અર્જુનભાઇ ટોળિયાએ આપ્‍યો હતો. જયારે સંસ્‍થાના ગૃહમાતા તરૂબહેન વ્‍યાસ અને શોભનાબહેન ફલદુએ શાલથી સન્‍માન કર્યુ હતું. કાર્યક્રમના અંતે આભારદર્શન વિદ્યાર્થીની હિરલ હાંડગરડાએ તથા સંચાલન ગોપાલક ગર્લ્‍સ હોસ્‍ટેલની બાળા દેવાંગશી રાતડિયાએ કર્યુ હતું.

(4:27 pm IST)