Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ખવાસ રજપુત સમાજ માટે કાલે રાસોત્સવ

દેશળદેવ ટ્રસ્ટ દ્વારા દીપક સોસાયટી હોલમાં આયોજન : દશેરા નિમિતે શસ્ત્ર પૂજન કરાશે

રાજકોટ તા. ૪ : સમસ્ત ખવાસ રજપુત સમાજની અસ્મિતા, સંસ્કૃતિ અને સ્વાભિમાનની જાળવણી માટે કાર્યરત દેશળદેવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાલે તા. ૫ ના સમસ્ત ખવાસ રજપુત સમાજ માટે રાસોત્સવનું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા આગેવાનોએ જણાવ્યુ હતુ કે રાજધર્મ નિભાવી તેની રખરખાવટ માટે બલીદાન આપનાર નરબંકા વડવાઓના ઇતિહાસ અડીખમ ઉભા છે. ત્યારે રજપુત સમાજની અસ્મિતા, સંસ્કૃતિ અને સ્વાભિમાનની જાળવણી માટે કાલે વિજયાદશમી નિમિતે શસ્ત્ર પૂજનનું આયોજન કરાયુ છે.

કાલે તા. ૫ ના બુધવારે સાંજે પ વાગ્યે શસ્ત્ર પૂજન થશે. શસ્ત્ર ધારણ કરી સમાજના સભ્યો આ સમારોહમાં ઉપસ્થિત રહેશે.

સાથો સાથ દિપક સોસાયટી કોમ્યુનીટી હોલ, રૈયા રોડ, કનૈયા ચોક પાસે સમસ્ત ખવાસ રજપુત સમાજના ભાઇ બહેનો માટે ડીસ્કો દાંડીયાનું પણ નવરાત્રી ધ્યાને લઇ આયોજન કરેલ છે. મોડી રાત્રી સુધી સૌ કોઇ આ રાસોત્સવનો લ્હાવો માણી શકશે. બાદમાં અલ્પાહાર લઇ છુટા પડશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા કાનાભાઇ ચૌહાણ, મોનાલીબેન ચૌહાણ, અરવિંદભાઇ વાઘેલા, નરેન્દ્રભાઇ ચૌહાણ, સાવનભાઇ રાઠોડ, રાજભાઇ સોઢા, પ્રિયાંકભાઇ ચૌહાણ, ખિલનભાઇ ભટ્ટી, સત્યજીતભાઇ પરમાર, ગૌરવભાઇ ગોહીલ, અશ્વિનભાઇ ચૌહાણ, રતનભાઇ રાઠોડ, મહેન્દ્રભાઇ ઝાલા (યશ ટ્રેડર્સ), સુરેશભાઇ ચૌહાણ, ચેતનભાઇ સોલંકી, નિરવભાઇ ચૌહાણ, બલવીરભાઇ પરમાર, હિતેષભાઇ હાપા, મહેન્દ્રભાઇ ચૌહાણ, પીન્ટુભાઇ પરમાર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા કાનાભાઇ ચૌહાણ (મો.૯૪૦૯૨ ૦૦૮૦૦), અરવિંદભાઇ વાઘેાલ, પ્રિયાંકભાઇ ચૌહાણ, અશ્વિનભાઇ ચૌહાણ, રતનભાઇ રાઠોડ, હિતેષભાઇ હાપા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:28 pm IST)