Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

જૈનમ રાસોત્સવઃ તિરંગાના ડ્રેસમાં સજજ ખેલૈયાઓએ રંગ રાખ્યો

આજે બ્લુ અને ગામઠી ડ્રેસમાં ખેલૈયાઓ રાસે રમશેઃ પ્રજાપતિ સમાજના આગેવાનોના હસ્તે આરતી

રાજકોટઃ જૈન સમાજનાં ખેલૈયાઓ માટે જૈનમ દ્વારા આયોજીત રાસોત્વમાં સંગીતકાર પંકજ ભટ્ટનું ધમાકેદાર ઓરકેસ્ટ્રા અને ઉમદા ગાયક કલાકારો રાસની રમઝટ બોલાવી રહ્યા છે.

છઠ્ઠા નોરતે કડવા દલિત સમાજનાં આગેવાનો દ્વારા માતાજીની આરતી કરવામાં આવી હતી. જેમાં દલિત સમાજના સર્વશ્રી ગીરધરભાઈ રાઠોડ, નાનજીભાઈ પારધી, દક્ષાબેન વાઘેલા, મહેશભાઈ રાઠોડ, ડી.બી. ખીમસુરીયા, રવિભાઈ ગોહેલ, અનિલભાઈ મકવાણા, ખોડીદાસભાઈ રાઠોડ, શામજીભાઈ ચાવડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી માતાજીની આરતીનો લાભ લીધેલ હતો.

સાતમા નોરતે કડવા રજપુત સમાજનાં આગેવાનો દ્વારા માતાજીની આરતી કરવામાં આવી હતી. જેમાં રજપુત સમાજના સર્વશ્રી કિશોરભાઈ રાઠોડ, રિતેશભાઈ રાઠોડ, રક્ષીતભાઈ ડોડીયા, વિરેન્દ્રસિંહ રાઠોડ, કાનજીભાઈ પરમાર, રાજવિરસિંહ ડોડીયા, સુરેશભાઈ સીંધવ, રમેશભાઈ ચૌહાણ, ગોવિંદભાઈ ડોડીયા, હિતુભા ડોડીયા, પ્રવિણભાઈ સાકરીયા, રણજીતભાઈ વાઢેર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી માતાજીની આરતીનો લાભ લીધેલ હતો.

જૈનમ્ નવરાત્રી મહોત્સવનાં અદ્ભુત આયોજનને માણવા શ્રી રામભાઈ મોકરીયા - સાંસદશ્રીઃ- રાજયસભા, ડો.ભરતભાઈ બોઘરા - ઉપપ્રમુખશ્રી ગુજરાત પ્રદેશ ભાજપ, ભવાની ઈન્ડસ્ટ્રીઝનાં સુરેશભાઈ નંદવાણા, રોલેકસ રીંગ્સનાં મનીષભાઈ મડેકા, શ્રી મોહનભાઈ કુંડારીયા-સાંસદશ્રી, રાજુભાઈ કાલરીયા-સન ફોર્જ, શ્રીમતિ ભાનુબેન બાબરીયા-પૂર્વ ધારાસભ્યશ્રી, રાજેન વડાલીયા - વડાલીયા નમકીન, શર્મા સાહેબ - રાજકોટ નાગરીક બેંક મેનેજરશ્રી, જયોતિન્દ્રભાઈ મહેતા, જાણીતા તબીબડો.અમીતભાઈ હપાણી અને ડો.બબીતાબેન હપાણી, નરેન્દ્રસિંહ ઠાકુર  મહામંત્રી રાજકોટ શહેર ભાજપ,  નેહલભાઈ શુકલ- કોર્પોરેટરશ્રી,  અતુલભાઈ પંડીત- ચેરમેનશ્રી-શિક્ષણ સમિતિ રાજકોટ,  પરેશભાઈ ઠાકર -ભાજપ અગ્રણી,  હરેશભાઈ જોષી -કાર્યાલય મંત્રીશ્રી - રાજકોટ શહેર ભાજપ,  કીરીટભાઈ પાઠક-ભાજપ અગ્રણી ઉપરાંત  જૈન સમાજનાં અરૃણભાઈ દોશી - કનવીનર મણીઆર દેરાસર, રણજીતભાઈ શાહ - ટ્રસ્ટીશ્રી મણીયાર દેરાસર, પ્રફુલભાઈ દામાણી - ટ્રસ્ટી મણીયાર દેરાસર,  પ્રફુલભાઈ ધામી - પ્રમુખ પંચવટી દેરાસર,  સુનિલભાઈ કોઠારી - સેક્રેટરી પંચવટી દેરાસર,અનિષભાઈ વાધર - પ્રમુખ યુનિ. દેરાસર, શ્રી પ્રકાશભાઈ કોઠારી ૅં સેક્રેટરી યુનિ. દેરાસર,  દોશી વિમલનાથ દેરાસર, શિરીષભાઈ બાટવીયા, શિરીષભાઈ ઝાટકીયા,  કિરીટભાઈ શેઠ,  કમલેશભાઈ મોદી,  વિરેન્દ્રભાઈ સંઘવી, શ્રી સુનીલભાઈ ગોડા,  ચંદ્રેશભાઈ બાટવીયા, ભવાની ઈન્ડસ્ટ્રીઝનાં સુરેશભાઈ નંદવાણા, રોલેકસ રીંગ્સનાં મનીષભાઈ મડેકા, મોહનભાઈ કુંડારીયા-સાંસદશ્રી, રાજુભાઈ કાલરીયા-સન ફોર્જ, શ્રીમતિ ભાનુબેન બાબરીયા-પૂર્વ ધારાસભ્યશ્રી, રાજેન વડાલીયા - વડાલીયા નમકીન, શર્મા  - રાજકોટ નાગરીક બેંક મેનેજરશ્રી, શ્રી જયોતિન્દ્રભાઈ મહેતા, જાણીતા તબીબશ્રી ડો.અમીતભાઈ હપાણી અને ડો.બબીતાબેન હપાણી વિગેરે ખાસ ઉપસ્થિત રહયા હતા.

છઠા નોરતે જુનીયર પ્રિન્સ વેલડ્રેસમાં ગાંધી મોક્ષ, ધૈર્ય મહેતા, ભવ્ય કોઠારી તેમજ જુનિયર પ્રીન્સેસ વેલડ્રેસમાં ટવીશા પટેલ, હિષા કામદાર, કંગના મણીયાર  સીનીયર પ્રિન્સ વેલડ્રેસમાં જલ્પેશ કોઠારી, દિપ મહેતા, કમલ શાહ તથા સીનીયર પ્રિન્સેસ વેલડ્રેસમાં  રૃપાલી સંઘવી, જલ્પા સંધવી, પ્રશાંત વોરાને ઈનામો આપી નવાઝવામાં આવેલ હતા.

સાતમા નોરતે જુનીયર પ્રિન્સેસ વેલડ્રેસમાં  કીયા મહેતા, વંશીકા કોઠારી, ક્રિશા હીરાણી, તેમજ જુનિયર પ્રીન્સ વેલડ્રેસમાં તન્મય શાહ, જૈનમ્ પાટડીયા તથા સીનીયર પ્રિન્સેસ વેલડ્રેસમાં નિધી દોશી, પુજા મહેતા, ધ્રુવી વોરા તથા સીનીયર પ્રિન્સ વેલડ્રેસમાં  આયુષ દેસાઈ, કેવીન ઉદાણી, વિરેશ મહેતા તેમજ જુનીયર પ્રિન્સેસમાં કંગના મણીયાર, રૃતુ વોરા, અમી ભોડીયા તેમજ જુનિયર પ્રીન્સમાં દીવીત વાધર, નીરય વોરા, ધૈર્ય મહેતા તથા સીનીયર પ્રિન્સેસમાં અમી કોઠારી, ડીમ્પલ વોરા, હેતલ શાહ અને સિનીયર પ્રિન્સમાં યશ માવાણી, કેવીન મહેતા, રક્ષીત ગાંધીને વિજેતા જાહેર કરી ઈનામો આપવામાં આવેલ હતા.

જૈનમ નવરાત્રીમાં કાયમી જજ તરીકે જીજ્ઞેશભાઇ પાઠક, અમિતભાઇ રાણપરા, ભાવનાબેન બગડાઇ, ઉષ્માબેન વાણી, ડો.મમતા કોટેચા, માન્યતાબેન ઓડેદરા, નેહાબેન માંકડ, તેજસ મજીઠીયા, મેઘાવીબેન વીઠલાણી, બોસ્કીબેન નથવાણી, ધારાબેન પારેખએ સેવા આપી હતી.

(4:37 pm IST)