Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

જય ખોડીયાર ગરબી મંડળ

ગાંધીગ્રામ, ૧પ૦ ફુટ રીંગ રોડ, એલીમેન્ટ હોટલ પાસે આવેલ જય ખોડીયાર ગરબી મંડળે છેલ્લા ૩૦ વર્ષથી પ્રાચીન ગરબી મંડળની પરંપરા જાળવી રાખેલ છે. ''મારી લાડલી મેં છોડુંગી ના તેરા સાથ'' જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. વોર્ડ નં. ૧ ના કોર્પોરેટર હિરેનભાઇ ખીમાણીયા, અલ્પેશભાઇ મોરજરીયા, દુર્ગાબા જાડેજા, ભાનુબેન બાબરીયા વિગેરેએ રાસ નિહાળી બાળાઓને આર્શિવચન આપ્યા હતા. ગરબીના આયોજક પ્રફુલભાઇ આર. બોડા, આકાશ પી. બોડા, કેવલ પી. બોડા, બિપીનભાઇ વસાણી, રાજુભાઇ ગઢવી વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:38 pm IST)