Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

નવું બની રહેલ ઓશો ગીતા ધ્યાન મંદિરની મુલાકાત લેતા ઓશો વર્લ્ડના સ્થાપક સ્વામી ચૈતન્ય કિર્તીજી

રાજકોટઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરના સંચાલક સ્વામિ સત્ય પ્રકાશ સાથે સ્વામિ ચૈતન્ય વિર્મીજીઓ વર્ષો જુનો અખુદ નાતો રહેલો છે. સ્વામિ સત્ય પ્રકાશના આમંત્રણને માન આપીને તેઓ ઓશો ગીતા ધ્યાન મંદિરની શુભેચ્છા મુલાકાતે આવેલ. નવા બની રહેલ ધ્યાન હોલ, વેલકમ સેન્ટર, ગેસ્ટ રૃમ્સ, કિચન વગેરેનું નીરીક્ષણ કરેલ અને જરૃરી માર્ગદર્શન પુરૃં પાડેલ અને કરેલ કે રાજકોટના હાર્દસમા કિસાનપરા ચોકમાં બની રહેલ ઓશો ગીતા ધ્યાન મંદિર રાજકોટ તથા આજુબાજુના ગામમાંથી આવતા સાધકો માટે ધ્યાન તથા રહેવા માટેની વ્યવસ્થા કરવા માટે ઓશો ગીતા ધ્યાન મંદિરની ટીમને શુભકામના અર્થે આશીર્વાદ આપેલ અને કહેલ છે. રાજકોટ જેવા મેગાસીટી પ્રમાણે રાજકોટમાં ઓશોના ચારથી પાંચ ઓશો ધ્યાન મંદિરો હોવા જોઇએ. ઓશોએ કહેલ કે ગામો ગામ દરેક એરીયામાં દરેક બજારમાં ધ્યાન મંદિરો હોવા જોઇએ. મેડીટેશન ઇન માર્કેટ પ્લેસ આ રીતે શુભેચ્છા પાઠવી તેઓ દિલ્હી જવા રવાના થયેલ. ઓશો ગીતા ધ્યાન મંદિર સ્વામિ ચેતન્ય કિર્તીજીના સ્વાગત સમારોહ દરમ્યાન ઉપસ્થિત રહેલ ઓશો સન્યાસીઓમાંના માં ધ્યાન રસીબીમાં પ્રેમ પ્રાર્થના, સ્વામિ આનંદ પારસ, સ્વામિ દિનેશ ચાંગાણી, સ્વામિ મનોજ પરમાર, સ્વામિ આનંદ કિરીટ, સ્વામિ પ્રેમ પથક, સ્વામિ અમૃત ગગન, સ્વામિ હિર્વષ, સ્વામિ ધ્યાન અનુભવ, ભગીરથ સ્વામિ, સાવનભાઇ ખમણવાળા, કોન્ટ્રાકટરશ્રી મનસુખભાઇ વેકરીયા સાહેબ, શ્રી વીવેકભાઇ વગેરે સૌની ઉપસ્થિતિમાં સ્વામિ ચૈતન્ય કિર્તીજીના સ્વાગત સમારોહ સંપન્ન થયેલ. તેમ સ્વામિ સત્ય પ્રકાશ મો. ૯૪ર૭ર પ૪ર૭૬ની એક યાદીમાં જણાવાયું છે.

(4:39 pm IST)