Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

જામનગરમાંથી ૬ કરોડનુ ડ્રગ્સ ઝડપાયું

ઇન્ડીયન નેવી અને એનસીબી ટીમનો દરોડોઃ ૩ શખ્સોની ધરપકડઃ મુંબઇમાં નાર્કોટીકસ યુનિટ સીઝ કર્યુ

(મુકુંદ બદીયાણી, વિનોદ ગાલા  દ્વારા) જામનગર, ભુજ, તા., ૪: જામનગર નજીકથી ૬ કરોડનું ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ઇન્ડીયન નેવી ઇન્ટેલીજનસ અને એનસીબી ટીમે જોઇન્ટ ઓપરેશન પાર પાડીને આ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો છે.

પ્રાપ્ત માહીતી મુજબ જામનગર નજીક કરોડો રૃપીયાના ડ્રગ્સની હેરફેરી થઇ રહી હોવાની ગુપ્ત માહીતી સુરક્ષા એજન્સીઓને મળી હતી. જેથી ઇન્ડીયન નેવી અને એનસીબી ટીમે જામનગર નજીક ગુપ્તતાથી ઓપરેશન પાર પાડયું હતું. આ દરમિયાન સુરક્ષા એજન્સીઓના હાથે ૬ કરોડનું ડ્રગ્સ હાથ લાગ્યું હતું.

સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૃ કરીને પહેલા એક શખ્સની ધરપકડ કરી હતી. ત્યાર બાદ આ શખ્સની પુરપરછ કરતા અન્ય ૩ શખ્સો હોવાનું પણ ખુલ્યું હતું. જેથી પોલીસે તેની પણ ધરપકડ કરી હતી.

સુરક્ષા એજન્સીઓએ પુછપરછ કરતા આ ડ્રગ્સ મુંબઇથી અવ્યું હોવાનું ખુલ્યું હતુ. જેથી મુંબઇ ખાતે નાર્કોટીકસ મેન્યુફેકચરીંગ યુનીટને સીઝ કરી દેવામાં આવ્યું છે.

આ દરમિયાન વધુ જાણવા મળ્યું છે કે, ભારતીય નૌસેના અને એનસીબીએ જપ્ત કરેલ ડ્રગ્સ ર૦૦ કિલોથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. આ ડ્રગ્સ ઇરાની બોટ દ્વારા લાવવામાં આવી રહયું હતું. સુરક્ષા એજઝસીઓએ જપ્ત કરેલ ડઢ્રગ્સ માફીયઓમાં ઇરાની અને પાકિસ્તની શખ્સો સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

(4:40 pm IST)