Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

રાજકોટમાં ર૦૦ કરોડના ખર્ચે ટેકનોલોજી હબ બનશે

કલેકટર તંત્ર આયોજીત પત્રકાર પરીષદમાં ભારતના ઇલેકટ્રોનિક અને એન્ફોર્સમેન્ટ મંત્રી શ્રી રાજીવચંદ્ર શેખરની મહત્વની જાહેરાત... : આત્મીય યુનિ. ખાતે સૌરાષ્ટ્ર યુનિ.ના કાર્યક્રમ બાદ પત્રકારોને સંબોધનઃ રર વર્ષ જૂનો આઇ.ટી. એકટ બદલી-નવો ડીજીટલ ઇન્ડીયા act આવશે... : ઢોલરા ખાતે સેમીકન્ડકટ ઇન્ડસ્ટ્રીઝ સ્થપાશેઃ ભારત હવે ટેકનોલોજીમાં પ્રોડયુસર બનશેઃ નિકાલ કરશે...નયા ભારતમાં ગુજરાતનો પાંચ બાબતે અત્યંત મહત્વનો રોલ...

આત્મીય યુનિ. ખાતે કેન્દ્રિય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરે પત્રકાર પરીષદને સંબોધી તે નજરે પડે છે. બાજુમાં સાંસદ શ્રી રામભાઇ મોકરીયા તથા અન્ય અગ્રણીઓ-અધીકારીઓ જણાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૪: ભારતના ઇલેકટ્રોનિક અને એન્ફોર્સમેન્ટ-સ્કીલ ડેવલોપમેન્ટ ટેકનોલોજીની કેન્દ્રિય મંત્રીશ્રી રાજીવચંદ્ર શેખર આજે સૌરાષ્ટ્ર યુનિ.ના ''ન્યુ ઇન્ડીયા ફોર યંગ ઇન્ડીયા'' કાર્યક્રમ અંતર્ગત રાજકોટ આવ્યા છે, આત્મીય યુનિ. કાલાવાડ રોડ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ રાજકોટ કલેકટર તંત્ર આયોજીત મંત્રીશ્રીની પ્રેસ કોન્ફરન્સમાં શ્રી રાજીવચંદ્ર શેખરે મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે, રાજકોટમાં ર૦૦ કરોડના ખર્ચે ટેકનોલોજી હબ બનશે, અને તેનું તમામ ફંડીંગ કેન્દ્ર સરકાર પોતે કરશે.

તેમણે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં રર વર્ષ જૂનો આઇટી એકટ બદલીને નવો ડીજીટલ ઇન્ડીયા ખ્ઘ્વ્ લઇ અવાશે, અને તેમાં ખાસ કરીને મહિલાઓ-બાળકો-વૃધ્ધોને ખાસ સુરક્ષા પ્રદાન કરાશે.

મંત્રીશ્રીએ ગુજરાત અંગે તેમણે જણાવેલ કે, અત્યારે નવા ભારતના યુગમાં ગુજરાતનોલ રોલ અત્યંત મહત્વનો છે, ઇલેકટ્રોનિક, સેમી કન્ડકટર, ઇન્ટરનેટ, ડેટા કલેકશન, ઇન્ડોવેશન આ પાંચને કારણે ગુજરાતમાં લટેકનોલોજી હરણફાળ બની રહેશે, તેમણે જાહેરાત કરતા જણાવેલ કે તાઇવાનની જેમ ઢોલરા ખાતે આખી સેમી કન્ડકટર ઉત્પાદનની ઇન્ડસ્ટ્રીઝ સ્થાપશે.

શ્રી રાજીવચંદ્ર શેખરે ઉમેર્યું હતું કે, ન્યુ ઇન્ડીયા-યંગ ઇન્ડીયા આખા દેશમાં નવી ડીજટિલ ક્રાંતિ લાવી રહ્યું છે, નવા ભારતની ઓચ્યુનિટી વધી રહી છે, એક દાયકામાં ભારત ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરશે, અત્યાર સુધી ભારત ટેકનોલોજી મંગાવતું હતું, પરંતુ હવે ભારત ખૂદ ટેકનોલોજી બનાવશે, અને નિકાસ કરશે, પહેલા આપણે કન્ઝયુમર હતા, હવે પ્રોડયુસર બની જઇશું.

તેમણે જણાવેલ કે ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ન્યુ ઇન્ડીયા-યંગ ઇન્ડીયામાં ડેટાક્ષેત્ર પાવર બનશે, તેમણે ડેટા વડપણ હેઠળ-ડેટા સ્ટેજ પોગ્રામ વિગેરે બાબતે મહત્વનો પ્રકાશ પણ પાડયો હતો.

(4:45 pm IST)