Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

ખેડુતોના પ્રશ્નોનું તાકિદે નિવારણ લાવોઃ ખેડૂત કોર્ટ સ્થાપો કિસાન સંઘના કલેકટર કચેરીએ ઉગ્ર દેખાવોઃ ૮ની અટકાયત

ભારતીય કિસાન સંઘે ખેડુતોના પ્રશ્ને કલેકટરને આવેદન આપ્યું હતું., સુત્રોચ્ચાર સાથે કલેકટર કચેરીનું કમ્પાઉન્ડ ગજવી મૂકયું હતું. બાદમાં ૮ કાર્યકરોની પોલીસે અટકાયત કરી તે નજરે પડે છે.

રાજકોટ તા. ૪ :.. ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી ખેડૂતોના પ્રશ્નોનું તાત્કાલીક નિવારણ લાવવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે દિલ્હીની અંદર ખેડૂતો ઘણા દિવસથી પ્રશ્નોને લઇને આંદોલન કરી રહ્યા છે. જગતના તાતના જે પણ પ્રશ્નો છે તે પ્રશ્નોના સરકાર દ્વારા તાત્કાલીક નિવારણ લઇ આવે.

સરકારે સમજવું જોઇએ કે આ જગતનો તાત આજ દેશમાં રહેશે. દર વર્ષે સરકાર મોંઘવારી ભથ્થાના વધારા કરી રહ્યા છે. આ સરકારને કેમ સમજાતંુ નથી કે મોંઘવારી પ્રમાણે ખેડૂતોની જણસના ભાવ વધતા નથી, આ જગતનો તાત જાય તો કયાં જાય. આ બેલેન્સ જાળવવું તે સરકારની નૈતિક જવાબદારીમાં આવે છે.

ખેડૂતલક્ષી સરકારના કાયદા ઉપર કિસાનોને વિશ્વાસમાં નથી એના કારણો પણ છે. લોકસભાની ચૂંટણી પહેલા સરકારે જાહેરાત કરી કે ખેડૂતોને દર વર્ષે ૬ હજાર રૂપિયા પ્રધાનમંત્રી સહાય યોજનાના નામે  ખાતામાં આપવામાં આવશે. દોઢ વર્ષ પછી જે ખેડૂતોએ રીટર્ન ભરેલ છે. તે બધા ખેડૂતોને કોઇપણ જાતની જાહેરાત કર્યા વિના રૂપિયા પાછા લઇ લીધા. સરકારે પોલીસીઓ બનાવતા પહેલા વિચારવું જોઇએ.ઘણા સમયથી ભારતીય કિસાન સંઘની માગણી છે એમએસપી નીચે ખેડૂતોના કોઇપણ માલનું વેચાણ થવું જોઇએ નહીં, વારંવાર માગણી કરવા છતાં સરકાર આના ઉપર કોઇપણ પ્રકારના પગલા લીધા નથી.

દરેક જીલ્લાની અંદર કૃષિ ન્યાયાલયની અલગ વ્યવસ્થા કરવી જોઇએ. જેથી કરીને ખેડૂતોને તાત્કાલીક ન્યાય મળે.

આવેદન દેવામાં ભારતીય કિસાન સંઘ રાજકોટ જીલ્લા પ્રમુખ દિલીપભાઇ સખીયા, પી. વી. મણવર, ભરતભાઇ પીપળીયા, જીવનભાઇ વાછાણી, રમેશભાઇ હાપલીયા, મનોજ ડોબરીયા, મહિપાલસિંહ જાડેજા, ધર્મેશભાઇ સોરઠીયા, માધુભાઇ પાંભર, બચુભાઇ ધામી, શૈલેષભાઇ સીદપરા, વિગેરે જોડાયા હતાં.

ભારતીય કિસાન સંઘે સરકાર વિરૂધ્ધ સુત્રો પોકારી કચેરી ગજવી મૂકી હતી. આવેદન કલેકટરને અપાયા બાદ પોલીસે કિસાન સંઘના ૮ કાર્યકરોની અટકાયત કરી હતી, કલેકટર કચેરીમાં બે આવેદન હોય પોલીસના ધાડા ઉતારાયા હતાં.

  • ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તથા કિસાન સંઘ એમ બે આવેદન હોય કલેકટર કચેરીએ SRP સહિતના પોલીસના ધાડા ઉતારાયા...

કલેકટર કચેરીએ ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ અને કિસાન સંઘ એમ બે -બે આવેદન પત્રના કાર્યક્રમો સંર્દભે કલેકટર કચેરીમાં કમ્પાઉન્ડ તથા પ્રથમ માળે SRP સહિતના પોલીસના ધાડા ઉતારી દેવાયા હતાઃ ત્રણ ગાડી ભરી પોલીસ ઠલવાઇઃ ૮ કાર્યકરોની અટકાયત...

(2:34 pm IST)
  • શેરબજારમાં તેજીનું તોફાનઃ સેન્સેકસ સૌ પહેલીવાર ૪૫૦૦૦ ઉપરઃ શેરબજારમાં તેજીનુ તોફાનઃ રીઝર્વ બેન્કના ફેંસલાઓ બાદ નિફટી રેકોર્ડ સ્તરેઃ સેન્સેકસ પહેલીવાર ૪૫૦૦૦ ઉપરઃ ઈન્ટ્રા ડેમાં પહેલીવાર આ સપાટી દર્શાવીઃ છેલ્લે સેન્સેકસ ૩૦૨ પોઈન્ટ વધીને ૪૪૯૩૫, નિફટી ૧૩૨૨૫: તમામ સેકટર ગ્રીન ઝોનમાં: બેન્ક નિફટી ૩૦૦૦૦ નજીક access_time 10:47 am IST

  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 96 લાખને પાર પહોંચ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 9 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 35,002 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 96,06,810 થઇ :એક્ટીવ કેસ 4,08,122 થયા : વધુ 40,966 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 90, 56,68 રિકવર થયા :વધુ 473 ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,39,700 થયો access_time 12:02 am IST

  • મોડી રાત્રે વાવાઝોડાની અસર રૂપે તામિલનાડુમાં ઠેરઠેર અતિભારે વરસાદ પડી ગયો છે ચેન્નાઈમાં આવતીકાલે સવાર સુધી અતિભારે વરસાદની આગાહી થઈ છે જ્યારે તામિલનાડુમાં સોમવાર સુધી વરસાદ વરસતો રહેશે તેવી ધારણા છે access_time 11:50 pm IST