Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો અંગે રજૂઆત માટે આવતાં એનસીપીના રેશ્મા પટેલ સહિતની અટકાયત

એનસીપીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલ, રાજકોટ જીલ્લા પ્રમુખ સંદીપભાઈ ડોબરીયા, રાજકોટ શહેર પ્રમુખ ભૌમીક પારેખ સહિતના સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો બરાબર છે કે કેમ? ચાલુ હાલતમાં છે કે નહિ? તે અંગે તપાસ કરવા આજે અચાનક સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતાં. તાજેતરમાં ખાનગી કોવિડ હોસ્પિટલમાં આગથી પાંચ દર્દીઓના મૃત્યુ થયા હોઇ સિવિલમાં તો બેદરકારી દાખવાતી નથી ને? તે અંગે તપાસ કરવાની હતી. પરંતુ આ બધા હોસ્પિટલે પહોંચ્યા ત્યાં ગેઇટ પાસેથી જ બધાની અટકાયત કરી લેવામાં આવી હતી. પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ પટેલ, પીએસઆઇ બોરીસાગર, પીએસઆઇ વી. જે. જાડેજા અને ડી. સ્ટાફની ટીમે મહિલા પોલીસને સાથે રાખીઅટકાયતની કાર્યવાહી કરી હતી. રેશ્મા પટેલ સાથે રાજકોટ જીલ્લાના રાષ્ટ્રવાદી કોગેસ પાટીના મહામંત્રી અશોકભાઈ દાફડા અને મહામંત્રી ધવલભાઈ રાવલ સહિત કાર્યકરો જોડાયા હતાં. અટકાયત વખતે ભારે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતાં. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:28 pm IST)