Gujarati News

Gujarati News

News of Sunday, 4th December 2022

લોકતંત્રમાં લોકમત મહત્‍વનો, રાજકોટ ગ્રામ્‍યમાં કમળ ખીલશેઃ ભુપત બોદર

રાજકોટ તા.૩: જીલ્‍લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરે જણાવ્‍યુ છે કે વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ ચરણની ૮૯ સીટોનું મતદાન પૂર્ણ થયુ છે. આ અવસરે પોતાના મતાધિકારનો ઉપયોગ કરનારા રાજકોટ જિલ્‍લાના સર્વે મતદારો, ઉમેદવારો, તંત્ર અને મીડિયાનો આભાર માનુ છું. મજબુત લોકતંત્રના પાયામાં મતદારોનો એક એક મત અમૂલ્‍યનો છે. દેશની પ્રગતિ માટે પ્રત્‍યેક મતદાતા મતદાન કરે એ આવશ્‍યક છે. અને  ચુંટણીએ લોકશાહીનું અગત્‍યનું અંગ હોય તેને લોકશાહીનો આધારસ્‍તંભ માનવામાં આવે છે ત્‍યારે કેન્‍દ્ર અને રાજયની ડબલ એન્‍જીન સરકાર તરફી મોટાપાયે જંગી મતદાન થયાનુે જણાય આવે છે. રાજકોટ ગ્રામ્‍યના મતદારોએ વિકાસને મત આપ્‍યો છે. ભાજપને જંગી લીડ મળશે તેવી આશા છે.

(4:07 pm IST)