Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2023

બે દિવસ પહેલા આપેલી ધમકીને સાચી ઠેરવીઃ હકુભાએ બાળાને ઉઠાવી જઇ બબ્‍બે વખત બળાત્‍કાર ગુજાર્યો

એક લાખ વ્‍યાજના ચુકવી દીધા છતાં વધુ માંગી હેરાન કરવામાં આવતાં અગાઉ એક સગીરાએ ઝેર પીધુ, તેનો ગુનો નોંધાતાં ખાર ઉતારવા એ સગીરાની નાની બહેનને ઉઠાવી લીધી! : બાળા સાથે તેના માસી, નાની બહેન, માસીના દિકરાના અપહરણ કર્યાઃ ભગવતીપરા પાછળ વાડીમાં લઇ જઇ માર મારતાં બાળા બેભાન થઇ ગયા બાદ હકુભાએ બળાત્‍કાર ગુજાર્યોઃ બાદમાં બીજા ડેલે લઇ જઇ ફરી બળજબરી આચરીઃ અકબર ઉર્ફ હકુભા, તેના પુત્ર મીરજાદ અને મિત્ર જુમા ઠેબાનો બી-ડિવીઝન પોલીસે કબ્‍જો સંભાળ્‍યો : માસી કરગરતી રહી પણ હવસખોર હકુભા માન્‍યો નહિ અને માસીની નજર સામે ભાણેજને પીંખી નાંખીઃ પોલીસે હવસખોરી ભુલાવી દીધી : એક વખત કૂકર્મ આચર્યા બાદ હકુભા ઉર્ફ અકબરે દિકરા મીરજાદને કહ્યું-ડેલાની ચાવી લઇને આવ હું છોકરી અને એની માસીને ઉપાડી લાવ્‍યો છું!: ગુનામાં હકુભા સાથે પત્‍નિ, પુત્ર, પુત્રવધુ પણ સામેલ :ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ એસીપી બી. બી. બસીયાની રાહબરીમાં ક્રાઇમ બ્રાંચ પીઆઇ વાય. બી. જાડેજા પીઆઇ બી. ટી. ગોહિલની ટીમે હકુભા સહિત ત્રણને દબોચ્‍યા

રાજકોટ તા. ૪: શહેરના ભીસ્‍તીવાડમાં રહેતાં અને અગાઉ સાત ગુનાઓમાં સામેલ નામચીનની છાપ ધરાવતાં હકુભા ઉર્ફ અકબર અબ્‍દુલભાઇ ખીયાણી (ઉ.વ.૬૩) નામના ડોસાએ હદ વટાવી દીધી છે. અગાઉ એક પરિવારને હકુભાની પુત્રવધૂએ વ્‍યાજે એક લાખ આપ્‍યા હતાં તે વસુલી લીધા છતાં વધુ વ્‍યાજ માંગતાં એ પરિવારની એક સગીરાએ ઝેર પી લેતાં ગુનો નોંધાયો હતો. આ ફરિયાદનો ખાર રાખી શનિવારે હકુભા સહિતનાએ અગાઉ ઝેર પી લેનારી સગીરાની ૧૪ વર્ષની નાની બહેનનું તથા આ બાળાના માસી, માસીના દિકરા અને બાળાની નાની બહેન મળી ચારના કારમાં અપહરણ કરી લઇ ભાગવતીપરાની પાછળ વાડીમાં લઇ જઇ ત્‍યાં બાળા અને માસીને મારકુટ કર્યા બાદ બાળા બેભાન થઇ જતાં માસીની નજર સામે જ બળાત્‍કાર ગુજાર્યો હતો. આ ઘટનાના બે દિવસ પહેલા જ તે બાળાને ઉઠાવીને બળાત્‍કાર ગુજારશે તેવી ધમકી આપી ગયો હતો. આ ધમકીને તેણે સાચી ઠેરવી હતી. વાડીએથી ભગવતીપરાના ડેલામાં લઇ જઇ ફરીથી બાળાનો દેહ પીંખ્‍યો હતો. ચકચાર મચાવતી આ ઘટનામાં ક્રાઇમ બ્રાંચે હકુભા તથા તેની મદદમાં સામેલ પુત્ર સહિત ત્રણને દબોચી હવસખોરી ઉતારી હતી. હકુભાની પત્‍નિ, પુત્રવધૂના પણ આરોપીમાં નામ છે.

શનિવારે રાતે ૧૪ વર્ષની બાળાને તેના માસીએ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડી હતી અને ભીસ્‍તીવાડના હકુભાએ બળાત્‍કાર ગુજાર્યાનું કહેતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં પીઆઇ આર. જી. બારોટ, મહેશભાઇ રૂદાતલા સહિતે દોડી જઇ એસીપી જી. એસ. બારીયાની રાહબરીમાં  આઇપીસી ૩૭૬ (૨) (એન) (૩), ૩૬૩, ૩૬૫, ૫૦૪, ૫૦૬, ૩૨૩, ૧૧૪ એટ્રોસીટીની કલમો હેઠળ ભીસ્‍તીવાડ-૧ જંકશન પ્‍લોટમાં રહેતાં અકબર ઉર્ફ હકુભા અબ્‍દુલભાઇ ખીયાણી (ઉ.વ.૬૩), તેના પુત્ર મીરજાદ અકબર ઉર્ફ હકુભા ખીયાણી (ઉ.વ.૩૭) તથા હકુભાના મિત્ર જુમા હાસમભાઇ ઠેબા (ઉ.વ.૫૦-રહે. ભગવતીપરા ધોરીયા પુલ પાસે મિયાણાવાસ) તેમજ હકુભાની પત્‍નિ ખતુબેન,  પુત્રવધૂ સોનીબેન એઝાજ ખીયાણી સામે ગુનો નોંધ્‍યો હતો.

આ બનાવમાં ભોગ બનેલી બાળાના માસી ૩૦ વર્ષીય પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેની સૌથી મોટી બહેનના પતિને દારૂ પીવાની ટેવ હોય બહેન ચાર વર્ષથી તેના સંતાનોને લઈ માતા પાસે રહે છે. માતા સાથે સૌથી નાનો ભાઇ પણ રહે છે. દરમિયાન એક વર્ષ પહેલાં ભાઇએ ભિસ્‍તીવાડમાં રહેતા નામચીન હકુભાના પુત્ર એઝાઝ ખીયાણીની પત્‍નિ મિતલ પાસેથી એક લાખ રૂપિયા વ્‍યાજે લીધા હતા. જેના જામીનમાં રિસામણે આવેલી બહેન થઈ હતી. વ્‍યાજે લીધેલા નાણાં ભાઇએ સમયસર ચૂકવી તમામ રકમ એઝાઝની પત્‍ની મિતલને ચૂકવી આપ્‍યા હતા, પરંતુ એઝાઝ અને મિતલના છૂટાછેડા થઈ જતા હકુભાનો દીકરો મીરઝાદ તેના પરિચિતો અલી, ઇકબાલ ઘરે આવી ઉઘરાણી કરતા હતા. ત્‍યારે ભાઈ મિતલને રકમ ચૂકવી આપ્‍યાનું જણાવતા મીરઝાદ કહેતો કે તમે મિતલને પૈસા આપ્‍યા છે. હવે એ રૂપિયા અમને આપવાના છે. તેમ કહીને અવારનવાર ધમકી આપતા રહેતા હતા.

નવરાત્રિ સમયે હકુભા અને તેનો દીકરો મીરઝાદ માતાના ઘરે આવી બહેનની સત્તર વર્ષની દીકરીની છેડતી કરી ધમકી આપી હતી. જે ત્રાસથી કંટાળી ભાણેજે ઝેરી દવા પી લીધી હતી. જે બનાવની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન બે દિવસ પહેલાં પોતે પોતાના પુત્ર સાથે માતાના ઘરે બહેનની દીકરીઓ સાથે હતી. ત્‍યારે હકુભા અને એઝાઝની પત્‍નિ સોની, મીરઝાદ માતાના ઘરે આવ્‍યા હતા અને અમારા વિરૂધ્‍ધ નોંધાવેલી ફરિયાદ પાછી ખેંચી લેવા અને ફરિયાદ પાછી નહિ ખેંચે તો આ છોકરી પર બળાત્‍કાર કરીશ તેમ કહી હકુભા સહિતનાઓ ત્‍યાંથી જતો રહ્યો હતો. બાદમાં શનિવારે સવારે પોતે માતાના ઘરે હતી ત્‍યારે હકુભા અને એક અજાણ્‍યો શખ્‍સ ઘરે આવ્‍યા હતા. અને તમે જે ફરિયાદ કરી છે તે મુદ્દે આપણે સમાધાન કરવું છે, તમે ફરિયાદ પાછી ખેંચી લ્‍યો, અમે તમને હેરાન નહિ કરીએ તેમ કહી ધમકાવવા લાગ્‍યા હતા.

ત્‍યાર બાદ હકુભા તેમજ અજાણ્‍યા શખ્‍સે બળજબરીથી પોતાને તેમજ બહેનની બંને દીકરી, પોતાના પુત્રને કારમાં બેસાડી દીધા હતા. કારમાં સળીયો બતાવી ધમકાવી ચૂપ કરી દીધા હતા. બાદમાં કાર ભગવતીપરા સુખસાગર સોસાયટીથી થોડે આગળ એક વાડીમાં લઈ ગયા હતા. જ્‍યાં પહોંચતા હકુભાએ પોતાને તેમજ બહેનની ૧૪ વર્ષની પુત્રીને કારમાંથી નીચે ઉતાર્યા હતા. જ્‍યારે પોતાના પુત્ર અને અન્‍ય એક ભાણેજને કારમાં બેસાડી રાખ્‍યા હતા. નીચે ઉતાર્યા બાદ હકુભાએ તેમજ અજાણ્‍યા શખ્‍સે માસી- ભાણેજને માર માર્યો હતો. જે મારને કારણે ૧૪ વર્ષીય ભાણેજ અર્ધબેભાન થઈ ગઈ હતી. ત્‍યારે હકુભાએ જમીન પર ફસડાઈ પડેલી તરૂણવયની ભાણેજ પર પોતાની નજર સામે દુષ્‍કર્મ આચર્યું હતું. હકુભાને અનેક વખત આવું નહિ કરવા કરગરી હતી. હકુભાએ દુષ્‍કર્મ  આચર્યા બાદ તેના દીકરા મીરઝાદને ફોન કરી હુંએક છોકરી અને તેની માસીનું અપહરણ કરી આવ્‍યો છું, તું ભગવતીપરાના ડેલાની ચાવી લઈને આવી જાનું કહ્યું હતું.

બાદમાં હકુભા ફરી કારમાં બેસાડી ભગવતીપરા રેલવે ટ્રેક પાછળ આવેલા તેના ડેલે લઇ ગયા હતા. જ્‍યાં મીરઝાદ, એઝાઝની પત્‍નિ સોની ઊભા હતા. ચાવીથી ડેલાનું તાળું નહિ ખૂલતાં હકુભાએ તાળું તોડી. નાંખી ડેલાની અંદર લઇ ગયા હતા. થોડી વાર પછી હકુભાની પત્‍ની ખતુ પણ આવી પહોંચી હતી. ત્‍યાર બાદ હકુભાએ ૧૪ વર્ષીય ભાણેજ સાથે ફરી શારીરિક અડપલાં શરૂ કર્યા હતા. આ સમયે મીરઝાદે જોયું ને અમારા વિરૂધ્‍ધ ફરિયાદ કરવાનું પરિણામ કેવું આવ્‍યું, તેમજ એઝાઝની પત્‍નિએ અમારા ઘરના સભ્‍યો વિરૂધ્‍ધ ફરિયાદ કરી છે તે પાછી ખેંચી લેજો નહિતર બધાના આવાજ હાલ થશે.

આગળ જણાવાયું હતું કે હકુભાની પત્‍નિએ પણ ધમકી દઈ આ તો હજુ શરૂઆત હોવાનું કહ્યું હતું. ત્‍યાર બાદ હકુભાએ મીરઝાદ, સોની અને પત્‍નિ ખતુને જતા રહેવાનું કહ્યું હતું. ત્‍યાર પછી હકુભા ફરી ભાણેજને ડેલામાં રહેલી રૂમની અંદર લઈ ગયો હતો અને બીજી વખત દુષ્‍કર્મ આચર્યું હતું. હકુભા સૂઇ ગયા બાદ રૂમમાંથી બહાર આવેલી ભાણેજે આવી વાત કરી હતી. હકુભા સૂઇ ગયો હોવાનું જાણી અજાણ્‍યા શખ્‍સને ચકમો આપી પોતે બંને ભાણેજ અને પુત્રને લઇને ત્‍યાંથી ભાગી નીકળ્‍યા હતા અને ઓટો રિક્ષામાં ગ્રીનલેન્‍ડ ચોકડી પહોંચી પતિને બનાવની જાણ કરી હતી. આ ફરિયાદને પગલે ક્રાઇમ બ્રાંચે હકુભા ઉર્ફ અકબર, તેના પુત્ર મીરજાદ અને મિત્ર જુમાને દબોચી લઇ આગવી ઢબે કાર્યવાહી કર્યા બાદ બી-ડિવીઝન પોલીસને સોંપ્‍યા હતાં. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની રાહબરીમાં આ કામગીરી પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ બી. ટી. ગોહિલ, પીએસઆઇ એ. એસ. ગરચર, હેડકોન્‍સ. દિપકભાઇ ચોૈહાણ, કોન્‍સ. મહેશભાઇ ચાવડા હરપાલસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. આગળની તપાસ એસીપી બારીયા, પીઆઇ આર. જે. બારોટ, મહેશભાઇ રૂદાતલા અને ટીમે હાથ ધરી છે. (૧૪.૬)

હકુભા ઉર્ફ અકબરની સાત ગુનામાં, તેના પુત્ર મીરજાદની ત્રણ ગુનામાં સંડોવણી

ત્રીજો આરોપી જુમો પણ અગાઉ પોલીસ ચોપડે ચડી ચુકેલો

ઞ્જ ક્રાઇમ બ્રાંચે અપહરણ, બળાત્‍કારની ઘટનામાં ભીસ્‍તીવાડના અકબર ઉર્ફ હકુભા અબ્‍દુલ ખીયાણી (ઉ.વ.૬૩-પ્રથમ તસ્‍વીર), તેના મિત્ર જુમા હાસમ ઠેબા (ઉ.વ.૫૦-વચ્‍ચેની તસ્‍વીર) અને પુત્ર મીરજાદ અકબર ઉર્ફ હકુભા ખીયાણી (ઉ.વ.૩૭-છેલ્લી તસ્‍વીર)ને દબોચી લઇ બી-ડિવીઝનને સોંપ્‍યા છે. એ પહેલા ત્રણેયની વિશીષ્‍ટ ઢબે પુછતાછ કરવામાં આવી હતી. ઝડપાયેલો હકુભા અગાઉ પ્ર.નગર, લોધીકા પોલીસ સ્‍ટેશનમાં મારામારી, દારૂ, તોડફોડ સહિતના ૭ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો હતો. તેના પુત્ર મીરજાદ વિરૂધ્‍ધ અગાઉ પ્ર.નગરમાં લૂંટ, મારામારી અને ગુજસીટોક સહિતના ત્રણ ગંભીર ગુનામાં સંડોવાયો હતો. જ્‍યારે ત્રીજો આરોપી જુમો ભક્‍તિનગરમાં અગાઉ એક ગુનામાં સંડોવાતાં પકડાયો હતો.

(12:04 pm IST)