Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2023

કોઇનો કાંઇ વાંક નથી, મારા દુઃખને લીધે મરુ છું...વિડીયો બનાવી મિત્તલબેને બ્‍લેડથી ગળુ કાપી, પહેલા માળેથી ઝંપલાવી મોત મેળવ્‍યું

હું આપઘાત કરુ છુ, મારા ઘરવાળા મારા સાસુ બહુ સારી રીતે સાચવે છે, મારી પીડાથી હું આપઘાત કરુ છું... :મોરબીના લાલપરમાં બનાવઃ રાજકોટમાં મોતઃ ખરેખર બિમારી જ કારણભુત કે અન્‍ય કંઇ? તે અંગે તપાસ

રાજકોટ તા. ૪: ‘હું આપઘાત કરુ છું, મારા ઘરવાળા, મારા સાસુ મને ખુબ સારી રીતે સાચવે છે, હું મારી પીડાને કારણે આપઘાત કરુ છું, પોલીસને કહું છું કે કોઇનો કાંઇ વાંક નથી, કોઇને કાંઇન ક કરતાં હું મારા દુઃખને લીધે મરુ છું'...આ પ્રકારના બે વિડીયો બનાવ્‍યા બાદ મોરબીના લીલાપરમાં મિત્તલબેન સંજયભાઇ પરમાર (ઉ.વ.૨૯) નામની પરિણીતાએ પોતાની જાતે ગળા પર બ્‍લેડ ફેરવી બાદમાં પહેલા માળેથી કૂદીને આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

ગત સાંજે મિત્તલબેને આ પગલુ ભરી લેતાં તેણીને ગંભીર હાલતમાં મોરબી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ આજે વહેલી સવારે અહિ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. બનવાની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જુણાચે મોરબી તાલુકા પોલીસને કરતાં ત્‍યાંની પોલીસ રાજકોટ તપાસ માટે પહોંચી હતી.

આપઘાત કરનાર મિત્તલબેનના માવતર વાંકાનેર રહે છે. તેણીના પિતાનું નામ વજુભાઇ દેવશીભાઇ ગુગડીયા છે. તેણીના લગ્ન દસ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં ત્રણ વર્ષનો દિકરો છે અને બે મહિનાની એક દિકરી છે. જે મા વિહોણા થતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. તેણીના પતિ સંજયભાઇ જગદીશભાઇ પરમારને મોબાઇલની દૂકાન છે. માવતર પક્ષ દ્વારા પ્રારંભે મોત પાછળ ત્રાસ હોવાનો આક્ષેપ થયો હતો. જો કે મૃતકના સાસરીયા પક્ષે પોલીસ સમક્ષ તેણીએ બનાવેલા વિડીયો રજૂ કર્યા હતાં. જેમાં તેણી પોતાની બિમારી, પીડાને કારણે આ પગલુ ભરી રહ્યાનું બોલી રહી છે. તેમજ પોલીસને પણ કોઇને કંઇ ન કરવાનું કહી રહી છે. ત્‍યારે આ ઘટના પાછળ બિમારી કારણભુત છે કે પછી બીજુ કંઇ? તે જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે. તસ્‍વીરમાં મિત્તલબેનનો નિષ્‍પ્રાણ દેહ, ફાઇલ ફોટો અને વિડીયો બનાવ્‍યો તેના દ્રશ્‍ય જોઇ શકાય છે.

મૃતકના પતિએ કહ્યું હતું કે બે મહિના પહેલા સિઝેરીયનથી ડિલીવરી થઇ હોઇ તેના ટાંકા રૂઝાતા ન હોઇ તેના કારણે કંટાળીને આ પગલુ ભર્યાની શક્‍યતા છે. અંતિમવિધી બાદ પોલીસ વિશેષ નિવેદન નોંધશે.

(11:58 am IST)