Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

આઇ-10 કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ નીકળેલા શખ્સને પકડી લેતી રાજકોટ “બી” ડીવીઝન પોલીસ

રાજકોટ:  નાગબાઈ પાન વાળી શેરી આસ્થા હોસ્પિટલ પાસેથી બી ડિવિઝનના કોન્સ. પરેશભાઇ સોઢીયા, સંજયભાઇ મિયાત્રા તથા હેમેન્દ્રભાઇ વાધીયાની બાતમી પરથી મેહુલ શામજીભાઇ ચૌહાણ  (ઉ.વ.૨૧ રહે. ભાવનગર રોડ રાજમોતી મીલ પાછળ મયુર નગર)ને ) આઈ-10 કાર નં-GJ-03-Jc - 2066માં રૂ.48000નો 120 બોટલ દારૂ રાખી નીકળતા પકડી લીધો છે. આ કામગીરી પોલીસ ઇન્સપેકટર એમ.બી.ઔસુરા, પો.સ.ઇ. એમ.એફ.ડામોર, એ.એસ.આઇ. વિરમભાઇ ધગલ, સલીમભાઇ માડમ, પો.હેડ.કોન્સ અજયભાઇ બસીયા, મનોજભાઇ મકવાણા,પો.કોન્સ. હેમેન્દ્રભાઇ વાધીયા, જયદીપસિંહ બોરાણા, પરેશભાઇ સોઢીયા, સંજયભાઇ મિયાત્રા તથા મીટેશભાઇ આડેસરાએ પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, સયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરસીદ એહમ્મદની સુચનાથી તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન- ૧  પ્રવિણકુમાર તથા મદદનીશ પોલીસ કમિશ્નર એસ.આર,ટંડેલની રાહબરીમાં કરી હતી.

(8:58 pm IST)