Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ટ્રાન્સપોર્ટ નગર અને પીટીસી પટમાં જૂગાર રમતાં ૭ પકડાયા

આજીડેમ પોલીસ અને થોરાળા પોલીસના દરોડા

રાજકોટ તા. ૫: જૂગારના બે દરોડામાં આજીડેમ પોલીસે ૪ તથા થોરાળા પોલીસે ૩ શખ્સોને પકડી લીધા હતાં.

આજીડેમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા, કોન્સ. કુલદિપસિંહ જાડેજા તથા જયપાલભાઇ બરાળીયાનને મળેલબાતમીને આધારે માર્કેટીંગયાર્ડની નજીક સાગરનગરની સામે ટ્રાન્સપોર્ટનગરમાં બંધ ખટારાઓની બાજુમાં જાહેરમાં ગંજીપતાથી જુગાર રમતા ચાર શખ્સો હર્ષદ મનસુખભાઇ ગોસ્વામી (ઉ.વ.૩૩ રહે. બાપાસીતારામ ચોક પાસે માટેલ સોસાયટી-૪), રવિ ભરતભાઇ સોલંકી ઉ.વ.૨૧ રહે. સાગરનગર-૩),  ડાયા અરજણભાઇ રાઠોડ (ઉ.વ.૪૧ રહે. (ગોકુલનગર સોસાયટી-૪ સંતકબીર રોડ રાજકોટ તથા મુન્ના ચવાભાઇ જોગરાણા (ઉ.વ. ૩૩-રહે. બાલકૃષ્ણ સોસાયટી-૧૭ને પકડી લઈ રોકડા રૂ.૧૧૦૭૦ કબજે લીધા હતાં. પીઆઇ વી.જે.ચાવડા, પો.હેડ કોન્સ. ઇન્દ્રસિંહ ગુલાબસિંહ જાડેજા, પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, શૈલેષભાઇ નેચડા, કુલદિપસિંહ જાડેજા, જયપાલભાઇ બરાળીયા, ભીખુભાઇ મૈયડ તથા ઉમેદભાઇ ગઢવીએ આ કામગીરી કરી હતી.

જ્યારે આજીડેમ પોલીસે ગંજીવાડા પાસે પીટીસીના પટમાં દરોડો પાડી ગંજીવાડા-૨૫ના વિરજી મેઘજીભાઇ ખેતલીયા (ઉ.૬૦), ગંજીવાડા-૫૨ના મનસુખ  ભીખાભાઇ રાઠોડ (ઉ.૪૨) તથા ગંજીવાડા-૩૩ના પ્રવિણ વિહાભાઇ જાદવ (ઉ.૨૬)ને પકડી લઇ રૂ. ૭૩૪૦ કબ્જે લીધા હતાં. પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ જી. એસ. ગઢવી, પીએસઆઇ એ.એલ. બારસીયા, નરેશભાઇ ચાવડા સહિતે આ દરોડો પાડ્યો હતો. બંને કામગીરીપોલીસ કમીશ્નર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવીણકુમાર મિણા તથા એસીપી એચ. એલ. રાઠોડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

(12:52 pm IST)