Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

કોંગ્રેસ નીરીક્ષકો રાજકોટમાં : છેલ્લી યાદીમાં મોટા માથાઓ મેદાનમાં ઉતારાશે

વોર્ડ નં. ૧ માં પ્રદીપ ત્રિવેદી, વોર્ડ નં. રમાં અતુલ રાજાણી, વોર્ડ નં. ૧૧માં સુરેશ બથવાર સહીતનાઓની પેનલો ફાઇનલ

રાજકોટ, તા., ૫: શહેર કોંગ્રેસનાં ૧૪ વોર્ડનાં રર ઉમેદવારોનાં ફોર્મ આજે ભરાયા છે. જયારે બાકીનાં ઉમેદવારોની છેલ્લી યાદી માટે હવે પ્રદેશ નિરીક્ષકો ખુદ રાજકોટ પહોંચ્યા છે અને કોંગ્રેસના મોટા માથાઓને મેદાનમાં ઉતારવા મથામણ કરી રહયા છે. બપોર સુધીમાં ૩ જેટલા વોર્ડની પેનલો ફાઇનલ કરી લીધાનું કોંગી વર્તુળોમાં ચર્ચાય છે.

કોંગી વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ વોર્ડ નં. ૧ માં પ્રદેશ આગેવાન પ્રદીપ ત્રિવેદી, પ્રભાસ ચાવડા, રેખાબેન ગેડીયા અને પારૂલબેન નકુમની પેનલ  ત્થા વોર્ડ નં. ૧૧ માં ગત ટર્મનાં કોર્પોરેટરો પરેશ હરસોડા, પારૂલબેન વાસુરભાઇ ડેર, વસંતબેન માલવી, અને દલીત આગેવાન સુરેશ બથવારની પેનલ.

તેમજ વોર્ડ નં. ર માં પૂર્વ વિપક્ષી નેતા અતુલ રાજાણી, યુનુસ જુણેજા, નિમિષાબેન રાવલ, લકકીરાજસિંહનાં પરિવારનાં મહીલા સભ્યોની પેનલ

આમ ઉકત ત્રણ વોર્ડની પેનલો નકકી થઇ રહ્યાનું જાણવા મળ્યું છે.

વોર્ડ નં. ૭ માં બે નામો રાતો-રાત ફરી ગ્યા

દરમિયાન વોર્ડ નં. ૭ માં રણજીત મુંધવા અને કેતન કારિયાનાં નામો ગઇ રાત સુધી ફાઇનલ હતો. જે બે નામો આજે કાઢી નાંખી તેની જગ્યાએ અન્યનાં નામો સુચવાયાની ચર્ચા છે.

(3:55 pm IST)