Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

રાજકોટમાં આજે ૨ મોતઃ નવા ૧૦ કેસ

શહેરનો કુલ આંક ૧૫,૩૭૭એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૧૫,૦૫૨ દર્દીઓ સાજા થતા રિકવરી રેટ ૯૭.૨૫ ટકા થયો

રાજકોટ, તા.૫:  વૈશ્વિક મહામારી કોરોનાની સારવાર દરમિયાન શહેર અને જીલ્લામાં  આજે ૨ મૃત્યુ થયા છેે. શહેરમાં બપોર સુધીમાં ૧૦  કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૪નાં સવારે ૮ વાગ્યાથી તા.૫ને  આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૨ દર્દીનું મૃત્યુ થયું છે.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૪૪૮  બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.

બપોર સુધીમાં ૧૦ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૦  નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૧૫,૩૭૭ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી  ૧૫,૦૫૨ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા  ૯૭.૮૫ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ  ૮૮૪ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૧૮  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૧૪  ટકા થયો  હતો. જયારે ૩૩ દર્દીઓે સાજા થયા હતા. જયારે આજ દિન સુધીમાં ૫,૭૩,૯૩૧ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૫,૩૭૭  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૬૮ ટકા થયો છે.

(3:01 pm IST)