Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

૪ દરોડામાં ૨.૪૫ લાખના દારૂ સાથે ૬ પકડાયા

ચૂંટણી નજીક આવતાં જ શહેર પોલીસ આકરી બનીઃ દારૂના ધંધાર્થીઓ પર ધોંસ : ક્રાઇમ બ્રાંચામ વી. જે. જાડેજા અને ટીમે ૭૩ હજારનો, એરપોર્ટના એચ.આર. હેરભા અને ટીમે ૧.૨૦ લાખનો, બી-ડિવીઝનના એમ. એફ. ડામોર અને ટીમે ૪૮ હજારનો અને માલવીયાનગરના વી. જે. ઝાલા અને ટીમે ૪ હજારનો દારૂ કબ્જે કર્યો

રાજકોટ તા. ૫: વિદેશી દારૂના ચાર ગુનામાં ક્રાઇમ બ્રાંચ, એરપોર્ટ પોલીસ, બી-ડિવીઝન અને માલવીયાનગર પોલીસે  કુલ ૬ શખ્સોને અલગ-અલગ દરોડામાં અલગ-અલગ સ્થળેથી પકડી લઇ રૂ. ૨,૪૫,૮૮૫નો વિદેશી દારૂ કબ્જે કર્યો છે. વાહનો, મોબાઇલ ફોન, રોકડ પણ કબ્જે કરવામાં આવ્યા છે.

ક્રાઇમ બ્રાંચે સાવરકુંડલાના શખ્સને જથ્થા સાથે પકડ્યો

ક્રાઇમ બ્રાંચના એએસઆઇ જે. પી. નિમાવત તથા હેડકોન્સ. ભરતસિંહ પરમારની બાતમી પરથી કાલાવડ રોડ જડ્ડુસની પાછળ એવરેસ્ટ પાર્ક-૪ બ્લોક નં. ૧૯માં દરોડો પાડી મુળ સાવરકુંડલાના વિજય ઉર્ફ બંટી રમણિકભાઇ સોલંકી (ઉ.વ.૩૦)ને રૂ. ૭૪૨૨૫ના વિદેશી દારૂના જથ્થા સાથે પકડી લેવાયો હતો. આ શખ્સ પાસેથી અલગ અલગ ૧૧ બ્રાન્ડની નાની મોટી ૨૬૭ બોટલો મળી હતી. જેમાં સિગ્નેચર, બ્લેન્ડર્સ પ્રાઇડ, રોકફોર્ડ, બેલેન્ટાઇ, વેટ ૬૯, બ્લેક ડોગ, ઓલ્ડ મંક, ગોલ્ફર શોટ, હન્ડ્રેડ પાઇપર્સ સહિતની બ્રાન્ડનો સમાવેશ થાય છે. દારૂ, રોકડ, ફોન મળી રૂ. ૮૬૨૨૫નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

પીઆઇ વી. કે. ગઢવી,  પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ જયેશભાઇ નિમાવત, રાજદિપસિંહ ગોહિલ, ચેતનસિંહ ચુડાસમા, હેડકોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ પરમારે આ કામગીરી કરી હતી.

એરપોર્ટ પોલીસની બોણીઃ યુટીલીટીમાં દારૂ  સાથે બે શખ્સને પકડ્યા

નવા શરૂ થયેલા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પહેલો ગુનો વિદેશી દારૂનો નોંધાયો છે. હેડકોન્સ. સામતભાઇ ગઢવી અને કોન્સ. મહાવીરસિંહ ચુડાસમા તથા દિવ્યરાજસિંહ ચુડાસમાની બાતમી પરથી અમદાવાદ-રાજકોટ હાઇવે બામણબોર પાસેથી જીજે૦૩ઝેડ-૭૯૯૪ નંબરની યુટીલીટી પકડી લેવાઇ હતી.

જેમાંથી રૂ. ૧,૨૦,૦૦૦નો દારૂ મળી આવતાં તે તથા ૨ લાખની યુટીલીટી, જીજે૧૩એપી-૬૦૮૫ નંબરનું ૫૦ હજારનું બાઇક તથા બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૩,૭૦,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરી બે શખ્સો ગુંદાળાના મશરૂ ઉર્ફ મછો મેરાભાઇ ગમારા (ઉ.વ.૫૨) અને ગુંદાળાના કિશન રસિકભાઇ ઝીંઝરીયા (ઉ.વ.૨૨)ને પકડી લેવાયા હતાં.

પીઆઇ એમ. સી. વાળા, પીએસઆઇ એચ. આર. હેરભા, એએસઆઇ રાણાભાઇ ચીહલા, હેડકોન્સ. અશોકભાઇ કલાલ, સામતભાઇ ગઢવી, યોગેન્દ્રભાઇ ચોૈહાણ, કોન્સ. મહાવીરસિંહ ચુડાસમા, દિવ્યરાજસિંહ ચુડાસમા અને કનુભાઇ ભમ્મરે આ કાર્યવાહી કરી હતી.

કારમાં બોટલો સાથે બી-ડિવીઝન પોલીસે એકને પકડ્યો

જ્યારે બી-ડિવીઝન પોલીસે આસ્થા હોસ્પિટલ નજીક નાગબાઇ પાન વાળી શેરી પાસેથી કોન્સ. પરેશભાઇ સોઢીયા, સંજયભાઇ મિયાત્રા તથા હેમેન્દ્રભાઇ વાધીયાની બાતમી પરથી મેહુલ શામજીભાઇ ચૌહાણ (ઉ.વ.૨૧ રહે. ભાવનગર રોડ રાજમોતી મીલ પાછળ મયુર નગર)નેઆઇ-૧૦ કાર જીજે૦૩જેસી- ૨૦૬૬માં ૪૮૦૦૦ના ૧૨૦ બોટલ દારૂ રાખી નીકળતા પકડી લીધો હતો.પીઆઇ એમ. બી.ઔસુરા, પીએસસાઇ એમ. એફ. ડામોર, એ.એસ.આઇ. વિરમભાઇ ધગલ, સલીમભાઇ માડમ, પો.હેડ.કોન્સ અજયભાઇ બસીયા, મનોજભાઇ મકવાણા,પો.કોન્સ. હેમેન્દ્રભાઇ વાધીયા, જયદીપસિંહ બોરાણા, પરેશભાઇ સોઢીયા, સંજયભાઇ મિયાત્રા તથા મીતેશભાઇ આડેસરાએઆ કાર્યવાહી કરી હતી.

માલવીયાનગર પોલીસે બે શખ્સને દબોચ્યા

જ્યારે માલવીયાનગર પોલીસના હેડકોન્સ. યુવરાજસિંહ જાડેજા અને હરપાલસિંહ જાડેજાની બાતમી પરથી આંબેડકરનગર-૩ના ખુણેથી પ્રકાશ સુરેશભાઇ રાઠોડ (ઉ.૩૧)ને રૂ. ૩૧૨૦ના ૬ બોટલ દારૂ સાથે તથા આંબેડકરનગર-૧૧ (ડ)ના જયેશ ઉર્ફ બટુક મનસુખભાઇ પરમાર (ઉ.૨૨)ને રૂ. ૧૦૪૦ના બે બોટલ દારૂ સાથે પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલાની રાહબરીમાં મશરીભાઇ, દિગ્પાલસિંહ, ભાવેશભાઇ, મહેશભાઇ, રોહિતભાઇ, હિતેષભાઇ સહિતે પકડી લીધા હતાં.

તમામ દરોડાની કાર્યવાહી પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ એહમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, એસીપી એસ.આર. ટંડેલ, એસીપી જે. એસ. ગેડમની રાહબરીમાં થઇ હતી.

(11:31 am IST)