Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

રાજકોટ ભા.જ.પે યુવા-શિક્ષિત-ઉચ્ચ શિક્ષિત ઉમેદવારો મેદાને જંગમાં ઉતાર્યા

૫૦ જેટલા ઉમેદવારો સૌ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છેઃ નવા ચહેરાઓ મોટા ભાગના ૨૬ થી ૫૯ વર્ષની વય જુથનાં: ૫ ડોકટરો, ૩ - પી.એચ.ડી, ૪- માસ્ટર ડીગ્રી અને શિક્ષક ત્થા ૩ - એલ.એલ.બીનો અભ્યાસ ધરાવતાં ઉમેદવારો ચૂંટણી લડશે

રાજકોટ : શહેર ભાજપે મનપાના ચુંટણી જંગમાં યુવા અને નવા ચહેરાઓ તેમજ શિક્ષણ તથા ઉચ્ચ શિક્ષીત ઉમેદવારોની ફોજ ઉતારી છે. જેમાં ડોકટરો, વકીલો, પ્રોફેસરો, એમએસસી, શિક્ષક તથા ગ્રેજયુએટ સહીતના ઉમેદવારો છે અને મોટા ભાગના ઉમેદવારો ર૬ થી પ૯ વય જુથના ઉમેદવારો છે. જયારે પ૦ જેટલા નવા ચહેરાઓ છે કે જે એક પણ ચુંટણી નથી લડયા. જયારે વોર્ડ નં. ૧પ ના ડો.મેઘાવીબેન સિંધવ (ઉ.વ.ર૬) સૌથી નાની વયના તથા વોર્ડ નં. ૧૭ના રવજીભાઇ મકવાણા (ઉ.વ.પ૯) સૌથી મોટી વયના ઉમેદવાર છે. ભાજપે ૩૦ વર્ષથી નીચેના ઉંમરના ૪ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જયારે ૧૭ ઉમેદવારો પ૦ વર્ષથી પ૯ વર્ષના છે.

આ અંગે ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું હતું કે ભાજપની ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આગામી સ્થાનીક સ્વરાજય ચુંટણી પૈકી રાજકોટ મહાનગર પાલીકાના ભાજપના ઉમેદવારોની યાદી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સુચના અનુસાર જાહેર કરવામાં આવી હતી. જેમાં ઉમેદવારોનો અભ્યાસ અને ઉંમરની વિગતો આ મુજબ છે. 

વોર્ડ નં. ૧ શ્રીમતી દુર્ગાબા જયદીપસિંહ જાડેજા (ઉ.વ.૪પ) ધો.૧૦ પાસ, શ્રીમતી ભાનુબેન મનોહરભાઇ બાબરીયા (ઉ.વ.૪પ) બીએ એલએલબી, હિરેન લાલુભાઇ ખીમાણીયા (ઉ.વ.૩૦) એમકોમ, ડો.અલ્પેશભાઇ મોજરીયા (ઉ.વ.૪પ) બીએચએમએસ,

વોર્ડ નં. ર શ્રીમતી દર્શીતાબેન પારસભાઇ શાહ (ઉ.વ.પ૧) એમડી પીઇટીએચ, શ્રીમતી મીનાબેન અજયસિંહ જાડેજા (ઉ.વ.૪૪) ધો. ૯ પાસ,   મનીષભાઇ નટવરલાલ રાડીયા (ઉ.વ.પ૭) આયુ. રત્ન, જયમીન ઠાક્કર (ઉ.વ.૪પ) બીકોમ,

વોર્ડ નં. ૩ શ્રીમતી અલ્પાબેન દીપકભાઇ દવે (ઉ.વ.૪૯) એમએ, શ્રીમતી કુસુમબેન સુનીલભાઇ ટેકવાની (ઉ.વ.૪૦) ધો.૧ર પાસ, નરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ જાડેજા (ઉ.વ.૩૮) ધો.૧૦ પાસ, શ્રી બાબુભાઇ અરજનભાઇ ઉધરેજા (ઉ.વ.૪૯) બીએ એલએલબી,

વોર્ડ નં. ૪ શ્રીમતી કંકુબેન કાનાભાઇ ઉધરેજા (ઉ.વ.૪૬) ધો.પ પાસ, શ્રીમતી નયનાબેન વિનોદભાઇ પેઢડીયા (ઉ.વ.૪૯) એમએ બીઇડી, પરેશભાઇ દેવજીભાઇ પીપળીયા (ઉ.વ.૪૪) એસવાય બીએ, કાળુભાઇ દેવદાનભાઇ કુંગરસીયા (ઉ.વ.૨૮) એચએસસી, 

વોર્ડ નં. પ શ્રીમતી વજીબેન કવાભાઇ ગોલતર (ઉ.વ.૩૭) ધો.૮ પાસ, શ્રીમતી રસીલાબેન પ્રવીણભાઇ સાકરીયા (ઉ.વ.૪૬) ધો.૧૦ પાસ, દિલીપભાઇ હીરજીભાઇ લુણાગરીયા (ઉ.વ.૪૭) ધો.૧ર પાસ, હાર્દિકભાઇ પ્રહલાદભાઇ ગોહીલ (ઉ.વ.ર૭) પીએચડી,

વોર્ડ નં. ૬ શ્રીમતી દેવબુેન મનસુખભાઇ જાદવ (ઉ.વ.૪૯) ધો.૮ પાસ, શ્રીમતી મંજુબેન ઘનશ્યામભાઇ ફુંગશીયા (ઉ.વ.૪ર) ધો.૯ પાસ, પરેશભાઇ રમેશભાઇ પીપળીયા (પી.પી.) (ઉ.વ.૪૪) ધો.૧૦ પાસ, ભાવેશભાઇ ગણેશભાઇ દેથારીયા (ઉ.વ.૪૪) બીએ,

વોર્ડ નં.૭ દેવાંગભાઇ માંકડ (ઉ.વ.૪૭) બીકોમ, નેહલભાઇ શુકલ (ઉ.વ.૪૩) એમકોમ એલએલબી પીએચડી, શ્રીમતી વર્ષાબેન કિરીટભાઇ પાંધી (ઉ.વ.પ૩) ધો.૧૧ પાસ, શ્રીમતી જયશ્રીબેન પ્રવીણભાઇ ચાવડા (ઉ.વ.૪ર) ધો.૧૧ પાસ,

 વોર્ડ નં. ૮ ડો. દર્શનાબેન અતુલભાઇ પંડયા (ઉ.વ.પ૩) એમડી ગાયનેક, શ્રીમતી પ્રતિબેન સંદીપભાઇ દોશી (ઉ.વ.પપ) બીકોમ એફસીએસ, અશ્વીનભાઇ મેઘજીભાઇ પાંભર (ઉ.વ.૪૯) એમએસસી, બીપીનભાઇ નાથાભાઇ બેરા (ઉ.વ.પ૧) ડી-સીવીલ,

વોર્ડ નં. ૯  શ્રીમતી દક્ષાબેન ભરતભાઇ વાસાણી (ઉ.વ.પ૩) ધો.૧૦ પાસ, શ્રીમતી આશાબેન રાજીવભાઇ ઉપાધ્યાય (ઉ.વ.૪૬) ઇસી એન્જીનીયર, પુષ્કરભાઇ પટેલ (ઉ.વ.૪૬) એફવાય બીબીએ, જીતુભાઇ મનુભાઇ કાટોડીયા (ઉ.વ.પ૦) એફવાય બીકોમ,

વોર્ડ નં. ૧૦ શ્રીમતી જયોત્સનાબેન પ્રફુલભાઇ ટીલાળા (ઉ.વ.૪૪) ટીવાય બીએ, શ્રીમતી રાજેશ્વરીબેન ડોડીયા (ઉ.વ.ર૮) ડોકટર, ચેતનભાઇ સુરેજા (ઉ.વ.પ૬) બીઇ-સીવીલ, નરેન્દ્રસિંહ વાઘેલા (ઉ.વ.પ૬) બીએ એલએલબી,

વોર્ડ નં. ૧૧ શ્રીમતી ભારતીબેન ફેર્નાનડેઝ પાડલીયા (ઉ.વ.૪૦) ધો.૧૦ પાસ, શ્રીમતી લીલુબેન છગનજી જાદવ (ઉ.વ.૪ર) ધો.૧ર પાસ, વિનુભાઇ તેજાભાઇ સોરઠીયા (ઉ.વ.૪૬) ધો.૭ પાસ, રંજીતભાઇ જહેંઠાભાઇ સાગઠીયા (ઉ.વ.પ૬) ધો.૯ પાસ,

વોર્ડ નં. ૧ર શ્રીમતી અસ્મિતાબેન મૌલીકકુમાર દેલવાડીયા (ઉ.વ.૪૪) ધો.૧ર પાસ, શ્રીમતી મિતલબેન ચેતનભાઇ લાઠીયા (ઉ.વ.૩૬) ધો.૧ર પાસ, પ્રદીપભાઇ રામભાઇ ડવ (ઉ.વ.૩૭) એમએ એમએસડબલ્યુ પીએચડી, મગનભાઇ હંસરાજભાઇ સોરઠીયા (ઉ.વ.પ૬) ધો.પ પાસ,

વોર્ડ નં. ૧૩ શ્રીમતી જયાબેન હરીભાઇ ડાંગર (ઉ.વ.પ૩) ધો.ર પાસ, શ્રીમતી સોનલબેન જીતેન્દ્રભાઇ સેલારા (ઉ.વ.૪૦) ધો.૧૦ પાસ, નીતીનભાઇ નરસિંહભાઇ રામાણી (ઉ.વ.૩૯) ધો.૭ પાસ, સુરેન્દ્રસિંહ જુવાનસિંહ વાળા (ઉ.વ.૪૮) બીકોમ,

વોર્ડ નં.૧૪ શ્રીમતી ભારતીબેન બકુલભાઇ મકવાણા (ઉ.વ.૩૭) ધો.૧૦, શ્રીમતી વર્ષાબેન રાણપરા (ઉ.વ.પ૮) એચએસસી, નિલેશભાઇ બાબુભાઇ જલુ (ઉ.વ.૪૭) એચએસસી, કેતનભાઇ ડાહયાભાઇ ઠુંમર (ઉ.વ.૪૮) ધો.૯ પાસ, 

વોર્ડ નં.૧પ ડો.મેઘાવીબેન માંડલભાઇ સિંધવ (ઉ.વ.ર૬) બીડીએસ, શ્રીમતી ગીતાબેન નાનજીભાઇ પારધી (ઉ.વ.પપ) ધો.પ પાસ,  વિનુભાઇ સોમાભાઇ કુમારખાણીયા (ઉ.વ.૪૪) ટીવાય બીકોમ, વરજાંગભાઇ જેતાભાઇ હુંબલ (ઉ.વ.૪૪) ધો.૧ર પાસ, 

વોર્ડ નં.૧૬ શ્રીમતી કંચનબેન રાજેશભાઇ સિદ્ધપુરા (ઉ.વ.પ૧) ધો.૮ પાસ, શ્રીમતી રૂચિતાબેન નિલેશભાઇ જોશી (ઉ.વ.૪૦) એમએ બી.એડ., સુરેશભાઇ હરિભાઇ વસોયા (ઉ.વ.૪૬) ધો.૧૦ પાસ, નરેન્દ્રભાઇ ભગાવનભાઇ ડવ (ઉ.વ.૪૬) ટી.વાય.બીકોમ,

વોર્ડ નં. ૧૭ શ્રીમતી અનિતાબેન ગૌતમગીરી ગોસ્વામી (ઉ.વ.૩પ) ધો. ૯ પાસ, શ્રીમતી કિર્તીબા અનિરૂદ્ધસિંહ રાણા (ઉવ.૪૧) ધો.૧ર પાસ, વિનુભાઇ દેવજીભાઇ ધવા (ઉ.વ.પ૪) ધો.૧ર પાસ, રવજીભાઇ સવજીભાઇ મકવાણા (ઉ.વ.પ૯) ધો.૬ પાસ,

વોર્ડ નં. ૧૮  શ્રીમતી દક્ષાબેન નટુભાઇ વાઘેલા (ઉ.વ.૩૪) ધો.૧૦ પાસ, શ્રીમતી ભારતીબેન શૈલેષભાઇ પરસાણા (ઉ.વ.૪પ) એસ.વાય. બી.એ., સંજયસિંહ ગુલાબસિંહ રાણા (ઉ.વ.૪૧) ધો.૯ પાસ, સંદિપભાઇ નરસિંહભાઇ ગાજીપરા, ધો. ૧૦ પાસ.

(3:42 pm IST)