Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

રાજકોટમાં નોટરી વકીલોની કફોડી સ્થિતી : રસ્તા ઉપર બેસવા મજબુર

રાજકોટ : રાજકોટની કોર્ટમાં ફાઇલિંગ અને બેઇલ એપ્લીકેનશન સહિત ઇમર્જન્સી કાર્યવાહી જ ચાલુ છે. ત્યારે કમ્પાઉન્ડના પ્રવેશદ્વાર જ બંધ રાખી પક્ષકારોને અંદર નહીં જવા દેવાતા હોવાથી અને વકીલોને અંદર બેસવા નહીં દેવાતા હોવાથી સોગંદનામાં જેવી કામગીરી કરી આપી પેટીયુ રળવા કેટલાંક જુનિયર વકીલોએ કોર્ટની બહાર ભરરસ્તે ફેરિયાઓની વચ્ચે બેસવું પડે છે. આ સ્થિતીમાં આવા ઉચ્ચ વ્યવસાયની ગરિમા ઝંખવાતી હોવાનો વકીલોમાં કચવાટ છે.

(12:55 pm IST)