Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

વોર્ડ નં. ૭-૮-૯ માં વધુ ૭ ફોર્મ રજુ થયાઃ કુલ ર૮ ભરાયા : કોંગ્રેસના ૪ અને આપના ૩ ફોર્મ રજૂ

અપક્ષ અને જેમને ફોર્મ ભરતા ન આવડતુ હોય - ન સમજાતુ હોય તે માટે ખાસ ટીમ મદદે

રાજકોટ, તા. પ :  આજે બપોરે રII વાગ્યે મળતા અહેવાલો મુજબ દરેક રિટર્નીંગ ઓફીસર સમક્ષ ફોર્મ ભરવા ભારે ધસારો થયો છે. બપોરે ૧ સુધીમાં ભાજપ-આપ ના ર૧ ફોર્મ રજૂ થયા હતા. આ પછી પણ ભારે ધસારો ચાલુ રહ્યો હતો. જેમાં વોર્ડ નં. ૯માં ૬ અને ૭ માં એક ફોર્મ રજુ થતા બપોરે રII સુધીમાં આર.ઓ.શ્રી પૂજા બાવળા સમક્ષ કુલ ર૮ ફોર્મ રજૂ કરાયા હતા.

બપોરે વધુ ૭ ફોર્મ રજૂ થયા તેમાં વોર્ડ નં.૯માં વિશાલ-દોંગા (કોંગ્રેસ) મનસુખભાઇ વેકરીયા (કોંગ્રેસ), ચંદ્રિકાબેન ઘરસંડિયા-કોંગ્રેસ, જયશ્રીબેન કણસાગરા (કોંગ્રેસ), તથા રીનાબેન અમૃતિયા, દર્શનાબેન રાવલ બંને આપના ઉમેદવાર અને વોર્ડ નં. ૭માં રાહુલભાઇ પાટડીયાએ આપ વતી ફોર્મ રજૂ કર્યા હતા.

તંત્ર દ્વારા અપક્ષ કે અન્ય કોઇ પક્ષ કે જેમને ફોર્મ ભરતા ન આવડતુ હોય, સમજાતુ ન હોય તે માટે ચેમ્બર બહાર ખાસ માર્ગદર્શક ટીમ મુકાઇ છે., જેથી કરીને ફોર્મ કેન્સલ રદ થવાની ઘટના ન બને.

(3:03 pm IST)