Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ટ્રાન્સપોર્ટ ઓફીસમાં ગેરકાયદે બાયો ડીઝલનું વેચાણ ઝડપાયું: પ લાખનો મુદામાલ સીઝ

સીટી પ્રાંત-ર દ્વારા કાર્યવાહીઃ પ-પ હજાર લીટરના ટાંકા સીલ

ટ્રાન્સપોર્ટ ઓફીસમાં ગેરકાયદે બાયો ડીઝલનું વેચાણ સીટી પ્રાંત-ર શ્રી ચરણસિંહ ગોહીલે ઝડપી લીધુ હતું.

રાજકોટ તા. પ :.. કુવાડવા રોડ પર એક ટ્રાન્સપોર્ટ ઓફીસમાં ગેરકાયદે  બાયો ડીઝલનું વેચાણ થતુ હોવાની બાતમી બાદ સીટી પ્રાંત-ર શ્રી ચરણસિંહ ગોહીલ અને તેમની ટીમે દરોડો પાડી પપ૦૦ લીટર બાયો ડીઝલનો જથ્થો અને અન્ય મુદામાલ મળી કુલ પ લાખ ૧૦ હજારનો જથ્થો સીઝ કરી કલેકટરને રીપોર્ટ કરી દીધો છે.

સીટી પ્રાંત -ર શ્રી ચરણસિંહ ગોહીલેે 'અકિલા' ને જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટ ઓફીસની બાજુમાં આવેલ શેરીમાં વાહનોમાં બાયો ડીઝલ ભરી અપાતું હતું. આ ધંધો કોશીક બકુત્રા નામના વ્યકિતએ શરૂ કર્યાનું  માલૂમ પડતા તેનું નિવેદન લઇ પપ૦૦ લીટર બાયો ડીઝલ ભરેલા બે ટાંકા સીલ કરી દેવાયા હતાં. અને આ કેમીકલનું સેમ્પલ ગાંધીનગર મોકલી દેવાયું છે.

દરોડાની આ કાર્યવાહીમાં પ્રાંત અધિકારી  ઉપરાંત જે. બી. જાડેજા, જે. એમ. દેદાવાડીયા તથા અન્યોએ કરી હતી, આ બાયો ડીઝલ કુવાડવા હાઇવે પર આવેલ પવન કોમ્પલેકસની દુકાન નં. ૬ માં વેચાતુ હોવાનું જાહેર કરાયું છે.

(3:06 pm IST)