Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ત્રણ ચોરીના ગુનામાં ૧૧ વર્ષથી ફરાર રમેશ ઉર્ફે મુન્નો પકડાયો

કુખ્યાત ચતુર ગભરૂ ગેંગના સાગ્રીત રમેશ ડાભીને ક્રાઇમ બ્રાંચે દબોચ્યો

રાજકોટ તા. ૫ : શહેરના ભકિતનગર વિસ્તારમાં થયેલી ત્રણ ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તો ફરતા કુખ્યાત ચતુર ગભરૂ ગેંગના સાગ્રીતને ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ ભકિતનગર વિસ્તારમાં જુદા-જુદા સ્થળે થયેલી ત્રણ ચોરી ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા માટે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે સૂચના આપતા ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એમ.ધાખડા, હેડ કોન્સ. મયુરભાઇ પટેલ, અમીતભાઇ, વિરેન્દ્રસિંહ, નગીનભાઇ, કુલદીપસિંહ, સંજયભાઇ, પ્રદિપસિંહ, જયદીપસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કુલદીપસિંહ, નગીનભાઇ તથા પ્રદિપસિંહને મળેલી બાતમીના આધારે રમેશ ઉર્ફે મુન્નો ટપુભાઇ ડાભી (ઉ.૪૬) (રહે. નટવરનગર બાબરા, તા. અમરેલી)ને પકડી લીધો હતો. પકડાયેલો રમેશ ઉર્ફે મુન્નો કુખ્યાત ચતુર ગભરૂ ગેંગનો સાગ્રીત છે તે ભકિતનગર વિસ્તારમાં ત્રણ ચોરીના ગુનામાં ૧૧ વર્ષથી નાસતો ફરતો હતો. તે અગાઉ ભાવનગર, અમરેલી અને રાજકોટ જિલ્લાઓમાં અસંખ્ય ચોરીઓના ગુનામાં પકડાઇ ચૂકયો છે.

(3:07 pm IST)