Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

જેના જીવનમાં લાગણી વધુ એના જીવનમાં પ્રોબ્લેમ વધુઃ રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ. સા.

ગિરનાર ધરા પર ઉજવાઈ રહેલો નવ આત્માઓના 'અભયદયાણં-આત્મકલ્યાણં'આત્મયાત્રા દીક્ષા મહોત્સવમાં દીક્ષાર્થી આયુષીબેનની સંસ્કારિત જીવનકથનીનું દ્રશ્યાંકન

રાજકોટઃ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે પ્રભુ નેમનાથને પોકારતાં ઘંટારવથી ગૂંજતાં ઊંચેરા ગિરનારની તળેટીએ શ્રી ગિરનાર જૈન દીક્ષા મહોત્સવના ઉપક્રમે આયોજિત નવ-નવ આત્માઓના દીક્ષા મહોત્સવનો આજનો અવસર સંયમ સંયમના પોકારે હજારો આત્માઓને જાગૃત કરી ગયો.

નવ-નવ આત્માઓના સંસારત્યાગની ભૂરી-ભૂરી અનુમોદના કરતાં સમગ્ર દીક્ષા મહોત્સવના અનુમોદક ધર્મવત્સલા બીનાબેન અજયભાઈ શેઠ પરિવાર તેમજ લાભાર્થીઙ્ગ નટવરલાલ વચ્છરાજ ચોકસી પરિવારના સહયોગે મુમુક્ષુઓ ફેનિલકુમાર અજમેરા, શ્રેયમબેન ખંધાર, એકતાબેન ગોસલીયા, નિરાલીબેન ખંધાર,ઙ્ગ અલ્પાબેન અજમેરા, આયુષીબેન મહેતા, નિધિબેન મડીયા,ઙ્ગ મિશ્વાબેન ગોડા તેમજઙ્ગ દીયાબેન કામદારના દીક્ષા મહોત્સવના નવમા દિવસે We Jain-One Jain સાથે જોડાએલાં સમગ્ર ભારતના ૧૦૮ થી વધુ શ્રી સ્થાનકવાસી જૈન સંદ્યોની સાથે વિદેશના અનેક સંઘો, વિવિધ ક્ષેત્રોમાં બિરાજિત પૂજય સંત-સતીજીઓ તેમજ હજારો ભાવિકો લાઈવના માધ્યમે જોડાઈને એક અલૌકિક દિવ્યાનુભૂતિમાં સરી પડ્યાં હતાં.

ઉલેખનિય છે કે, ૧૦ વર્ષ પહેલા દેશ-વિદેશમાં હજારો બાળકોને ધર્મથી સંસ્કારિત કરી રહેલાં લુક એન લર્ન જૈન જ્ઞાનધામમાં પ્રથમ સ્ટુડન્ટ તરીકે પ્રવેશ કરનારા એવા દીક્ષાર્થી આયુષીબેનના અત્યંત અહોભાવથી પ્રવેશ વધામણા કરવામાં આવ્યાં હતાં.

પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે, નવ-નવ આત્માઓ જયારે આત્મશુધ્ધિના ઉત્ત્।ુંગ શિખર સુધી પહોંચવા માટે ત્યાગ માર્ગ પર પ્રયાણ કરી રહ્યાં છે ત્યારે તેમના ત્યાગની પ્રેરણાએ કદાચ સંપૂર્ણ ત્યાગ શકય બને કે ન બને પરંતુ અંતરના ભાવથી ભાવદીક્ષિત તો અવશ્ય બનીએ. સંયમના માર્ગ પર કોઈ મુમુક્ષુ આત્મા માત્ર ગુરુના શબ્દોને સાંભળવા માત્રથી જ નહીં પરંતુ જનમ જનમની સાધનાના સંસ્કારો સાથે પ્રયાણ કરતાં હોય છે. ભવોભવથી રાગ સામે જે આત્માએ War કર્યું હોય એ જ આ ભવમાં વૈરાગી બની શકે એની સાથે જ, જેણે પૂર્વભવમાં સંયમમાર્ગની, સંયમીઓની અનુમોદના કરીને પુણ્ય ઉપાર્જન કર્યું હોય એવા આત્માઓ માટે સહજતાથી જ આ ભવમાં સંયમના માર્ગ ખૂલી જતાં હોય છે. સંસાર ત્યાગ કરી રહેલાં આ આત્માઓને નિહાળીને એક સંકલ્પ કરીએ કે, આ ભવમાં સંયમ લેવું શકય બને કે ન બને પરંતુ આ દેહના અંતિમ સંસ્કાર થતાં પહેલાં આ આત્માને સંયમથી સંસ્કારિત બનાવવો છે. જીવનની જરૂરિયાતોને શકય એટલી Minimize કરી લઈએ.

આ અવસરે The Final Full Stop કાર્યક્રમ અંતર્ગત દીક્ષાર્થી આયુષીબેનની આત્મ સંસ્કરણથી આત્મ સંયમ સુધીની જીવનકથાનું ચિંતનીય દૃશ્યાંકન થયેલ. એ સાથે જ,ઙ્ગ આયુષીબેને સહજ શૈલીમાં વૈરાગ્ય ભાવોની અને ઉપકારીઓ પ્રત્યેની ઉપકાર અભિવ્યકિત કારેલ. ઉપરાંતમાં દીક્ષાર્થી આયુષીબેનના વીર માતાઙ્ગ જલ્પાબેનના માતૃત્વ ભાવની અભિવ્યકિત સાથે તેમના દ્વારા રચિત સંયમલક્ષી ગીતની પ્રસ્તુતિ સહુને ભાવવિભોર કરી ગઈ હતી. દીક્ષા મહોત્સવના દરરોજના અવસરો દરમ્યાન લુક એન લર્નના બાળકો દ્વારા સુંદર દૃશ્યાંકન કરાયેલ હાર્દિકભાઈના સૂરો રેલાવેલ.

આવતીકાલ તા. ૬ શનિવાર સવારના ૮.૩૦ કલાકે The Final Full Stop કાર્યક્રમ અંતર્ગત દીક્ષાર્થી શ્રી દીયાબેનના સંયમ વધામણા સાથે બાલ દીક્ષા મહોત્સવનો સુંદર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.

અઢાર દિવસના દીક્ષા મહોત્સવના અંતિમ સોપાન સ્વરૂપ તા. ૧૪ રવિવાર સવારના ૮.૩૦ કલાકથી નવ નવ આત્માઓના પરમ તારક એવા શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવ અવસરે મુમુક્ષુ આત્માઓને ગુરુ મુખેથી દીક્ષાના કલ્યાણ દાન અર્પણ કરવામાં આવશે.ઙ્ગ ધર્મપ્રેમી ભાવિકોને પધારવા શ્રી ગિરનાર જૈન દીક્ષા મહોત્સવ સમિતિ તરફથીઙ્ગ આમંત્રણ આપવામાં આવ્યું છે.

(3:09 pm IST)