Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નં. ૯માં ભાજપના ઉમેદવાર દક્ષાબેન વસાણીએ વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભર્યુ

રાજકોટ કોર્પોરેશનની યોજાનાર ચુંટણીમાં વોર્ડ નં ૯ ના ભાજપના ઉમેદવાર દક્ષાબેન વસાણીએ આજે વાજતે ગાજતે ફોર્મ ભર્યુ હતું. તે સમયે તેમની સાથે રઘુવંશી અગ્રણી અને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી તેમજ જસદણ તાલુકા ભાજપ આગેવાન અને રઘુવંશી અગ્રણી વિજય વસાણી (આટકોટ વાળા) ઉપસ્થિત રહ્યા હતા લોહાણા મહિલા અગ્રણી દક્ષાબેન વસાણીની ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવતા  તેમના મો. નં.૯૭૭૩૦૭૮૩ર૪ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(3:10 pm IST)