Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

રૂ.૮ લાખ ૧૩ હજારનો ચેક પાછો ફરતા પંપ બનાવતી કંપનીના ડાયરેકટરો સામે ફરીયાદ

રાજકોટ, તા. પ  : રાજકોટમાં એમ. એમ. એન્જીનીયરીંગ વર્કસના નામે સબમર્શીબલ પંપના પાર્ટસ બનાવતા મનોજ સવજીભાઇ વોરા પાસેથી સબમર્શીબલ પંપના પાર્ટસની ખરીદીની ચૂકવણી પેટે આપેલો રૂ. ૮,૧૩, ૬૩૩/- ની રકમનો ચેક પરત ફરવા અંગે એમ.એ.એન્જીનીયરીંગ વર્કસના પાર્ટનર મનોજ સવજીભાઇ વોરા દ્વારા સેબીઓને ઇન્ડીયા પરા. લી. કંપની તથા તેના ડાયરેકટરો સામે ફરીયાદ નોંધાવતા કોર્ટે ફરીયાદ દાખલ કરેલ છે.

આ કેસ ની વિગત મુજબ રાજકોટ મુકામે એમ.એમ.એન્જીનીયરીંગ  વર્કસ પાસેથી સેબીઓન ઈન્ડીયા પ્રા. લી. મું. કરનાલ (હરીયાણ।) એ સબમર્સીબલ પંપ  ના પાર્ટસ ની ખરીદી કરેલ હતી.   

બાદમાં સબમર્સીબલ પંપ ના પાર્ટસ ની કરેલ ખરીદી ની લેણી રકમ પેટે સેબીઓન  ઈન્ડીયા પ્રા. લી. ના ડાયરેકટરો એ રૂ।. ૮,૧૩,૬૩૩/- નો તહોમતદારે તેની બેંકનો  ફરીયાદી જોગ ચેક ઈસ્યુ કરી આપી, સહી કરી આપી, ચેક સુપ્રત કરી ખાત્રી આપેલ.  સદર ચેક ફરીયાદી પોતાની બેંક ખાતામાં રજુ રાખશે એટલે ચેક રીટર્ન થાશે નહી અને  ફરીયાદી ની લેણો રકમ વસુલાઈ જાશે. તેવા તહોમતદાર ના શબ્દો ૫ર ભરોસો રાખી  ફરીયાદી એ ચેક સ્વીકારેલ. સદરહું આપેલ ચેક ફરીયાદીએ બેકમાં રજુ રાખતા રીટર્ન  થયેલ અને ચેક રીટર્ન થયાની જાણ તહોમતદારોને કરવા છતાં યોગ્ય પ્રતિભાવથી  પ્રત્યુતર તહોમતદારો તરફથી ન મળતાં તહોમતદારો ને ડીમાન્ડ નોટીસ પાઠવવા છતાં  પ્રત્યુતર ન મળતાં પ્રથમથી જ ફરીયાદી નું લેણું ડુબાડવા નો બદઈરાદો ધારણ કરી  તહોમતદારોએ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્મેન્ટ એકટ અન્વયે ગંભીર પ્રકારનો ગુન્હો કરેલ  હોવાથી એમ.એમ.એન્જીનીયરીંગ વર્કસ ના પાર્ટનર મનોજ સવજીભાઈ વોરા દ્વારા  સેબીઓના ઈન્ડીયા પ્રા. લી. તથા તેના ડાયરેકટરો વિરૂધ્ધ નામદાર કોર્ટ માં ફરીયાદ  દાખલ કરેલ. આથી અદાલતે કરનાલ (હરીયાણા) સ્થિત સબમર્શીબલ પંપ બનાવતી  કંપની સેબીઓન ઈન્ડીયા પ્રા. લી. તથા તેના ડાયરેકટરો વિરૂધ્ધ સમન્સ ઈસ્યુ કરી  અદાલત માં હાજર રહેવા ફરમાન કરેલ છે.   

આ કેસ માં એમ.એમ.એન્જીનીયરીંગ વર્કસના પાર્ટનર મનોજ સવજીભાઈ વોરા  વતી રાજકોટના ધારાશાસ્ત્રી રવિન્દ્ર જે. ત્રિવેદી તથા વિરેન્દ્ર એચ. ભટૃ  રોકાયેલ હતા.

(3:11 pm IST)