Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

અંગ્રેજી દારૂના ગુનામાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીની જામીન અરજી રદ કરતી સેશન્સ અદાલત

રાજકોટ, તા. ૫ :. ફીસ પાઉડરના બોક્ષમાં ૨૪૯૬ અંગ્રેજી દારૂના સેમ્પલનું ટ્રાન્સપોર્ટ કરનાર ટ્રાન્સપોર્ટરની જામીન અરજી મંજુર કરવાનો સેસન્સ અદાલતે હુકમ કર્યો હતો.

બનાવની વિગત એવી છે કે તા. ૯-૯-૨૦૨૦ના રોજ ભકિતનગર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયાએ એ મતલબની ફરીયાદ નોંધાવેલ હતી કે તેઓ પોલીસ સ્ટેશનના અન્ય સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે દીપક રોડવેઝ ટ્રાન્સપોર્ટમાં ફીસ પાઉડર પાર્સલમાં ઈંગ્લીશ દારૂની બોટલો આવેલ છે. જે પોલીસ દ્વારા દીપક ટ્રાન્સપોર્ટમાં તપાસ કરતા મચ્છી પાઉડરના પાર્સલમાંથી ૨૪૯૬ અંગ્રેજી દારૂની સેમ્પલ બોટલો મળી આવેલ હતી. જેથી આરોપીઓ સામે ફરીયાદ કરેલ હતી. સદર ફરીયાદ અનુસંધાને આરોપી મહેશકુમાર નારણભાઈ રાવલ રહે. અસ્લાલી, જી. અમદાવાદવાળાની આ અંગ્રેજી દારૂની બોટલ ટ્રાન્સપોર્ટ કરવા બદલ અટક કરવામાં આવેલ હતી.

આ કામે આરોપી મહેશકુમાર નારણભાઈ રાવલની અટક થવા તેઓ દ્વારા જામીન મુકત થવા માટે સેશન્સ અદાલતમાં જામીન અરજી કરી હતી. જેને સેશન્સ કોર્ટે મંજુર કરી હતી.

આ કામમાં આરોપી મહેશભાઈ નારણભાઈ રાવલ વતી એડવોકેટ દરજ્જે નિશાંત એમ. જોષી, કૈલાશ જે. જાની, જય પારેડી, સહદેવ દુધાત્રા, હીરેન ડોબરીયા, જીજ્ઞેશ પંડયા, ધવલ ગઢીયા, ભાવીક કાસુન્દ્રા, અમીત ગઢીયા વિગેરે રોકાયેલ હતા.

(3:11 pm IST)